રવીન્દ્ર જાડેજાનાં પત્ની પછી હવે બહેન પણ કરણી સેનામાં જોડાયાં

08 May, 2019 10:34 AM IST  |  ગાંધીનગર | (જી.એન.એસ.)

રવીન્દ્ર જાડેજાનાં પત્ની પછી હવે બહેન પણ કરણી સેનામાં જોડાયાં

નયનાબા

ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજામાં પારિવારિક વિખવાદ હવે લોકો સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલાં કૉંગ્રેસમાં જોડાયેલાં રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા હવે કરણી સેનામાં પણ જાડાયાં છે. અહીં મહત્વની બાબત એ છે કે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા કરણી સેના ગુજરાત મહિલા સેલનાં પ્રમુખ છે, ત્યારે હવે બહેનને ગુજરાત મહિલા સેલનાં પ્રભારી બનાવાતાં નણંદ-ભાભી વચ્ચે મોટો જંગ જામશે એવી પૂરેપૂરી શક્યતા છે.

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબાની રાજપૂત કરણી સેનામાં ગુજરાત મહિલા સેલનાં પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, તો બીજી તરફ રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ગુજરાત મહિલા સેલનાં પ્રમુખ છે. બીજી તરફ રીવાબા બીજેપી સાથે સંકળાયેલાં છે. અને નયનાબા કૉંગ્રેસ સાથે. પ્રતિસ્પર્ધી પક્ષો બાદ હવે કરણી સેનામાં પણ નણંદ-ભાભી વચ્ચે જંગ જોવા મળી શકે છે. રાષ્ટ્રીય કરણી સેના દ્વારા પ્રેસનોટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ફૅનીના કારણે સુરતના વેપારીઓને નુકસાન, ઈદ પર ઓછો થયો વેપાર

ઉલ્લેખનીય છે કે નયનાબા તાજેતરમાં પિતા સાથે કૉંગ્રેસમાં જોડાયાં હતાં. આ સમાચારે ગુજરાતના રાજકારણમાં ચર્ચા જગાવી હતી અને એના બીજા જ દિવસે રવીન્દ્ર જાડેજાએ ટ્વિટરના માધ્યમથી બીજેપીને સમર્થન જાહેર કર્યુ હતું.

gandhinagar ravindra jadeja gujarat