ગુજરાત ATSની ચાર મહિલાઓ કરી 15 હત્યાના આરોપીની ધરપકડ

06 May, 2019 10:34 AM IST  | 

ગુજરાત ATSની ચાર મહિલાઓ કરી 15 હત્યાના આરોપીની ધરપકડ

આરોપી સાથે ATSની મહિલા ઓફિસરો

ગુજરાત ATSની ચાર મહિલા ઓફિસરોએ જંગલમાં અડધી રાતે દોઢ કિલોમીટર પીછો કરી એવા આરોપીની ધરપકડ કરી છે જેની પર 15 હત્યાનો આરોપ છે. આરોપી જુસબ અલ્લા રખા સાંઘની રીત છે કે તે કોઈ પણ ગુનો કરીને જંગલમાં છૂપાઈ જાય છે. આ આરોપી સાથે ફોન રાખતો નથી જેના કારણે તેને શોધી કાઢવો પણ એટલો જ મુશ્કેલ હતો. જુસબ અલ્લા રખા જંગલમાં કોઈ સાધનનો ઉપયોગ પણ નથી કરતો એક જગ્યાથી બીજી જગ્યા જવા માટે તે ઘોડીનો ઉપયોગ કરે છે.

ATSની સંતોક, નિતમિકા, અરુણા અને શકુંતલા આ ચાર બહાદૂર મહિલા ઓફિસરોએ આ ઓપરેશનને પુરુ કર્યુ હતું . આ ઓપરેશન વિશે વાત કરતા સંતોક ઓડેદરાએ કહ્યું હતું કે, આ આરોપીને પકડવાની તૈયારી છેલ્લા 3 મહિનાઓથી ચાલી રહી હતી. ATSને જુસબ અલ્લા રખા બોટાદના જંગલોમાં છૂપાયો હોવાની બાતમી મળી હતી.' આ બાતમીના આધારે ચાર મહિલાઓને આ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો જેમાં આ ઓફિસરોને સફળતા મળી છે અને આરોપી પોલીસના સકંજામાં છે.

કઈ રીતે થયું ઓપરેશન

સંતોક ઓડેદરાએ કહ્યું હતું કે, બાતમીના આધારે નિશ્રિત જગ્યા સુધી પહોચવા જંગલના રસ્તો દોઢ કિલોમીટર ચાલ્યા હતા. રાતભર તેના અડ્ડાની બહાર રાહ જોઈ અને તેના બહાર નીકળવાની રાહ જોઈ હતી અને બહાર નીકળતાની સાથે જ તેને સકંજામાં લીધો હતો. જુસબ અલ્લા રખા પર 15 હત્યા સાથે લૂંટફાટ, ચોરી, વસૂલીના પણ આરોપ છે.