ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા કોરોના પૉઝિટીવ

27 June, 2020 08:44 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા કોરોના પૉઝિટીવ

શંકર સિંહ વાઘેલા

તાજેતરમાં જ એનસીપીમાંથી રાજીનામું આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. છેલ્લા 3 દિવસથી તેમને તાવ આવી રહ્યો હતો. અને આ કારણસર તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતાં રાજકીય વર્તુળોમાં પણ ચિંતાનો માહોલ છે. રિપોર્ટ પૉઝિટીવ આવ્યા બાદ શંકરસિંહ હોમ ક્વૉરંટીન થયા છે. તેમને કોરોનાના અન્ય કોઇ ભારે લક્ષણ ન હોવાથી હૉમ આઇસોલેટની પરવાનગી આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવી છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રીને પણ શરદી ઉધરસ જેવા લક્ષણોને કારણે તેમનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો રિપોર્ટ પૉઝિટીવ આવતાં રાજકારણમાં હડકંપ મચી ગયો છે.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલા ગુજરાત રાજકારણમાં એક દિગ્ગજ નામ ધરાવે છે. આ પહેલા તેઓ ભાજપ અને કૉંગ્રેસમાં રહીને અનેક મહત્વના પદે પણ રહી ચૂક્યા છે. જેમ કે કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રીનો પદ પણ તે સંભાળી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે એનસીપીમાંથી પણ પોતાનં રાજીનામું આપી દીધું હતું, હાલ તેઓ કોરોના પૉઝિટીવ હોવાથી પોતાનાં ઘરે જ હોમ ક્વૉરંનટીન થયા છે.

coronavirus covid19 gujarat