ચેક બાઉન્સ કેસમાં BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય દેવજી ફતેપરાને બે વર્ષની સજા

04 October, 2020 11:14 AM IST  |  Kalol | Agencies

ચેક બાઉન્સ કેસમાં BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય દેવજી ફતેપરાને બે વર્ષની સજા

પ્રતીકાત્મક તસવીર

બીજેપીના ભૂતપૂર્વ સંસદસભ્ય દેવજી ફતેપરાને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચેક રિટર્ન કેસમાં કલોલ કોર્ટે દેવજી ફતેપરાને આ સજા ફટકારી છે. કોર્ટે ૨,૯૭,૧૦,૦૦૦નો દંડ પણ દેવજી ફતેપરાને કર્યો છે. કલોલની કોર્ટ દ્વારા આ કેસમાં બીજેપી નેતાને સજા ફટાકારાતા રાજ્યના પક્ષ એકમમાં ઘડીભર તો સન્નાટો છવાઈ ગયો હતો.
દેવજી ફતેપરા ૨૦૧૬માં સુરેન્દ્રનગરના સંસદસભ્ય હતા. એ દરમિયાન અમદાવાદના થલતેજમાં રહેતા પ્રભાતસિંહ ઠાકોરે તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પ્રભાતસિંહ ભૂતપૂર્વ સંસદસભ્ય ફતેપરા સાથે જમીન લે-વેચનો વ્યવહાર કરતા હતા. આ દરમિયાન રાજકોટના કણકોટ ગામે આવેલી જમીન દેવજી ફતેપરાએ વેચી હતી. જમીન પોતાની હોવાનું જણાવી પ્રભાતસિંહને વેચાણ આપવાનું નકકી કર્યું હતું, જે પેટે પ્રભાતસિંહે ફતેપરાને ટુકડે-ટુકડે ૧,૪૮,૫૦,૦૦૦ આપ્યા હતા. ત્યાર બાદ જમીનનું બાનાખત કરવામાં આવ્યું હતું, પરંતુ જમીનનો દસ્તાવેજ કરી આપવા સંસદસભ્ય દેવજી ઠાગાઠૈયા કરતા હતા અને બાદમાં પ્રભાતસિંહે પોતે આપેલી રકમ પરત માગતાં ફતેપરાએ હાથ ઊંચા કર્યા હતા.

national news gujarat