31 August, 2024 02:00 PM IST | Vadodara | Gujarati Mid-day Correspondent
આ ફૉરેનર્સને બુલડોઝરમાં રેસ્ક્યુ કર્યા છે કે ફરવા નીકળ્યા છે?
વડોદરામાં ગુરુવાર અને શુક્રવારે ભારે વરસાદને કારણે ચોતરફ પૂરનાં પાણી ભરાયાં હતાં એને કારણે અનેક ઠેકાણેથી લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી ગતિમાન થઈ હતી. જોકે ગઈ કાલથી સોશ્યલ મીડિયા પર એક વિડિયો ફરી રહ્યો છે એ જોઈને સવાલ થઈ રહ્યો છે કે આ બચાવકાર્ય છે કે પૂરના પાણીમાં ટૂરિઝમ? વિડિયોમાં એક બુલડોઝરમાં કેટલાક ફૉરેનર્સને બેસાડીને પાણી ભરેલા રસ્તાઓ પરથી લઈ જવાઈ રહ્યા છે. જળબંબાકાર રોડ પરથી બુલડોઝરમાં ફરતી વખતે આ સહેલાણીઓના ચહેરા પર જે આનંદ છે અને જે રીતે તેઓ લોકોને હાથ હલાવીને ગ્રીટ કરી રહ્યાં છે એ જોઈને લાગે કે તેઓ ફ્લડ ટૂરિઝમ પર નીકળ્યા છે.