ગાઢ ધુમ્મસે ગુજરાતને ફરીથી ગરમ કર્યું

12 November, 2012 05:31 AM IST  | 

ગાઢ ધુમ્મસે ગુજરાતને ફરીથી ગરમ કર્યું

ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ધુમ્મસને કારણે ઉત્તરીય પવનો આવતા અટક્યા છે, જેને કારણે ગુજરાતનું લઘુતમ તાપમાન વધ્યું છે. આવતા અડતાલીસ કલાક સુધી ધુમ્મસ રહેશે અને એ પછી ઉત્તરીય પવનો આવતાં ફરીથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય એવી શક્યતા છે.’

ગઈ કાલે ધુમ્મસને કારણે હાઇવે પર વિઝિબિલિટી છેક આઠ ફૂટથી પણ ઘટી ગઈ હતી, જેને કારણે ગુજરાતમાં ગઈ કાલે વહેલી સવારે સોથી વધુ ઍક્સિડન્ટ થયા હતા, જેમાં અલગ-અલગ જગ્યાએ આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૪૨થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ગઈ કાલે ગુજરાતનું સૌથી ઠંડું શહેર ગાંધીનગર હતું, જ્યાં મિનિમમ ટેમ્પરેચર ૧૪.૫ ડિગ્રી હતું, જ્યારે સૌથી ગરમ એવા સુરતનું મૅક્સિમમ ટેમ્પરેચર ૩૭.૯ ડિગ્રી રહ્યું હતું.