અમદાવાદ ઈસરોમાં આગઃ ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે

28 December, 2018 03:08 PM IST  | 

અમદાવાદ ઈસરોમાં આગઃ ફાયરની પાંચ ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ ઈસરોમાં આગની આઠ મહિનામાં બીજી ઘટના

ઈંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના અમદાવાદ પરિસરમાં આગની ઘટના બની છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ઈસરોના સ્ટોર રૂમમાં આગ લાગી છે. જેના પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પહેલા પણ લાગી હતી આગ

મે મહિનામાં પણ ઈસરોમાં આગ લાગી હતી. આગ ટેસ્ટિંગ લેબના યૂ ફોર્મમાં લાગવાના કારણે તે ઝડપથી ફેલાઈ હતી. જેના પર કાબૂ મેળવવા માટે 25 ફાયર બ્રિગેડની ગાડીઓ અને 75 ફાયર ફાયટર્સ કામે લાગ્યા હતા. જે બાદ આજે ફરી આગની ઘટના બની છે.

isro