રાજકોટ : મહિલા ફેસબુક પર મેસેજ કરી પજવણી કરતા શખ્શને લમધારી નાખ્યો

08 April, 2019 09:00 AM IST  |  રાજકોટ

રાજકોટ : મહિલા ફેસબુક પર મેસેજ કરી પજવણી કરતા શખ્શને લમધારી નાખ્યો

પ્રતિકાત્મક ફોટો

આજના સમયમાં સોશિયસ મીડિયાનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે દુનિયાના કોઇ પણ છેડે રહેતા લોકો એક બીજા સાથે જોડાયેલા રહી શકે છે. આમ જોઇએ ત સોશિયલ મીડિયાનો જેટલો સદ ઉપયોગ થાય છે તેટલો જ દુર ઉપયોગ પણ થઇ રહ્યો છે. આ સોશિયલ મીડિયાનો દુર ઉપયોગનું ચલણ એટલું વધી ગયું છે કે લોકો હવે સોશિયલ મીડિયાથી દુર ભાગતા જાય છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. શહેરમાં સોરઢીયા વાડી વિસ્તારમાં રહેતા એક પરીવારમાં મહિલાને ફેસબુક પર વારંવાર મેસેજ કરીને પરેશાન કરતા વ્યક્તિને લોખંડના પાઇપ, ધોકા વડે માર ખાવાનો વારો આવ્યો હતો.

શું હતી ઘટના...
મળતી વિગત મુજબ નિખીલની પત્નીને દક્ષ નામના વ્યક્તિએ ફોન તથા ફેસબુક ઉપર મેસેજ કરીને હેરાન કરતો હતો. જેથી તેને સમજાવ્યો છતાં માન્યો ન હતો. અને પત્ની સાથે માથાકુટ કરી હતી. જેથી નિખીલ તેનો સાળો અંકુર અને પરિચિત વિરાજ મળીને દક્ષને સમજાવવા માટે તેના ઘરે કેવડાવાડીમાં ગયા હતા. જ્યાં બોલાચાલી થતા દક્ષ અને તેની સાથેના બે શખ્સોએ મળીને હુમલો કર્યાનો આરોપ મુકાયો છે. અત્ર ઉલ્લેખનીય છે કે
, સોશિયલ મીડિયામાં લેભાગુઓ રાહમાં રહેતા હોવાથી મહિલાઓએ પણ મોબાઇલનો સાવચેતી પૂર્વક ઉપયોગ કરવો જ રહ્યો. (પાત્રોના નામ બદલેલા છે)

આ પણ વાંચો : બેઠક બોલે છેઃ જાણો રાજકોટ લોકસભા બેઠકને

લોખંડની પાઇપ, ધોકા વડે માર માર્યો
રાજકોટના સોરઠીયા વાડી પાસે માસ્તર સોસાયટીની બાજુમાં આવેલા મધુરમ પાર્ક શેરી નંબર-
3માં રહેતા નિખીલ વિનોદભાઇ સોરઠિયા તેના સાળા અંકુર અને વિરાજ સખીયા ઉપર કેવડાવાડી શેરી નંબર 16માં રહેતા દક્ષ રમાણી, પ્રવિણ રામાણી અને અશોક રમાણી લોખંડના પાઇપ, ધોકા વડે હુમલો કરી લમધાર્યો હતો. અંતે આ બનાવ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. 

rajkot Crime News