ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ આ બેઠક પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી

16 January, 2019 06:27 PM IST  | 

ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ આ બેઠક પરથી લડી શકે છે લોકસભા ચૂંટણી

ભરતસિંહ સોલંકી કરી રહ્યા છે લોકસભા ચૂંટણી લડવાની તૈયારી


લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી કૉંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આણંદની બેઠક પરથી કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી ચૂંટણી મેદાનમાં ઝંપલાવે તેવી શકયતા છે. આ માટે કૉંગ્રેસ હાઈકમાન્ડે પણ લીલી ઝંડી આપી દીધી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત સિનિયર નેતા અર્જૂન મોઢવાડિયા, સોમાભાઈ અને કનુભાઈ કલસરિયા સહિતના સિનિયર નેતાઓના નામ પણ લોકસભાની ચૂંટણીમાં ચર્ચાઈ રહ્યાં છે.

કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે પેનલો બનાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને રાજ્યના પ્રભારી રાજીવ સાતવ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અને શૈલેષ પરમાર સાથે વિવિધ 26 બેઠકો ઉપર ઉમેદવારોની પસંદગીની કવાયત અત્યારથી જ શરૂ કરવામાં આવશે. બેઠક દીઠ બેથી ત્રણ ઉમેદવારોની પસંદરી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં કૉંગ્રેસના નારાજ નેતાઓને મનાવવાના પણ પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતના મત્સ્યઉદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકીનું સ્વાસ્થ્ય લથડ્યું, સારવાર માટે લઈ જવાયા સિંગાપોર

ગત લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી. જો કે ગત વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ધાર્યા કરતા વધારે બેઠકો મળી હતી. જે બાદ હવે કૉંગ્રેસ લોકસભા ચૂંટણીમાં પણ સારા પ્રદર્શનની આશા રાખી રહ્યું છે.


congress gujarat