હળદર અને સૂંઠ નાખેલી કેક વિચારી હતી ક્યારેય?

29 May, 2020 08:13 AM IST  |  Rajkot | Rashmin Shah

હળદર અને સૂંઠ નાખેલી કેક વિચારી હતી ક્યારેય?

હળદર અને સૂંઠ નાખેલી કેક

સૌથી પહેલાં અમૂલે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ‘ગોલ્ડ મિલ્ક’ ઇન્ટ્રોડ્યુસ કર્યું તો એ પછી સુરતની સ્તુતિ ફૂડ્સે કોરોના-ફાઇટર ખાખરા લૉન્ચ કરીને સૌકોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. હવે એ જ યાદીમાં અમદાવાદની કેકેલિયશ અને ધી કેક શૉપ નામની શૉપ ધરાવતા ગુંજન પરમારે ઇમ્યુનિટી બૂસ્ટર કેક ઇન્ટ્રોડ્યુસ કરી છે. ક્યારેય કલ્પના પણ ન થઈ શકે કે હળદરવાળા દૂધ અને સૂંઠનો કેકમાં ઉપયોગ થાય, પણ ગુંજન પરમારની ઇમ્યુનિટી બૂસ્ટર કેકમાં આયુર્વેદમાં પૉપ્યુલર થયેલી આ બન્ને વરાઇટીનો વપરાશ કરવામાં આવ્યો છે; તો સાથોસાથ આ કેકમાં કેળાં, કાજુ, બદામ, કિસમિસ અને ખજૂર ઉપરાંત વૅનિલા બટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કેકનું સર્જન કરનારા ગુંજન પરમાર કહે છે, ‘અત્યારના સમયમાં બધા ડરી ગયા છે એવા સમયે સૌકોઈને હેલ્ધી ખાવું છે. આ એવી હેલ્ધી આઇટમ છે જે કોરોના સામે ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ પણ કરે છે.’
સૂંઠ સ્વાદમાં તીખી હોય છે, પણ ગુંજન પરમારનો દાવો છે કે આ કેક ખાનારાને ક્યાંય સ્વાદમાં એની તીખાશ આવતી નથી. ગુંજન કહે છે, ‘સવારના સમયે નાસ્તામાં ચા કે કૉફી સાથે જો આ કેકનો એક પીસ લીધો હોય તો પણ દિવસ એનર્જેટિક બની જાય છે એટલે માત્ર કોરોનાની મહામારી દરમ્યાન જ નહીં, આ કેક રૂટીનમાં પણ એટલી જ હેલ્ધી છે.’
ગુંજન પરમારે કેક બનાવ્યા પછી સૌથી પહેલાં પોતાના દીકરાને ટેસ્ટ કરાવી હતી.

mumbai mumbai news Rashmin Shah rajkot