કચ્છમાં ધરા ધ્રૂજી, બેની તીવ્રતાનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ

05 January, 2020 09:18 AM IST  |  kutch

કચ્છમાં ધરા ધ્રૂજી, બેની તીવ્રતાનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ

તાજેતરમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાના અહેવાલ છે. જોકે આંચકો સામાન્ય હોવાનું જણાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં વીતેલા ચાર દિવસથી ધરા ધ્રૂજી રહી હતી, જ્યારે શનિવારના રોજ કચ્છવાસીઓએ ધરા ધ્રૂજી હોવાનો અનુભવ કર્યો છે. કચ્છમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બેની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બપોરે ૩.૪૧ વાગે આવ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. ભૂકંપનો આંચકો આવતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં ૨૦૦૧ના વિનાશક ભૂકંપ બાદ આફ્ટરશોક આવવાના ચાલુ છે. તંત્ર દ્વારા પણ ભૂકંપની પુષ્ટિ આપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના દુધઈ ગામથી ૨૯ કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ તરફ હોવાનું જણાયું હતું. જમીનથી ૧૦ કિમી નીચે ભૂકંપ આવ્યો હોવાનું રાજ્યની ભૂકંપ વિજ્ઞાન સંશોધન સંસ્થાએ જણાવ્યું હતું.

kutch gujarat earthquake