કચ્છમાં આવ્યો ૩.૧નો આંચકો કુલ ત્રણ આફ્ટરશૉક નોંધાયા

26 December, 2011 05:21 AM IST  | 

કચ્છમાં આવ્યો ૩.૧નો આંચકો કુલ ત્રણ આફ્ટરશૉક નોંધાયા

આ ત્રણે આફ્ટરશૉક ભચાઉની ફૉલ્ટલાઇનમાંથી આવ્યા હતા. વહેલી સવારે ૫.૪૩ મિનિટે આવેલા ૩.૧ રિક્ટર સ્કેલના આફ્ટરશૉકની અસર ભુજ શહેર સુધી ધોરડોના ટેન્ટ-સિટી સુધી વર્તાઈ હતી અને લોકો ગભરાઈને બહાર નીકળી ગયા હતા. જોકે કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની નહોતી થઈ. છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં ૨૬ આફ્ટરશૉક આવ્યા છે. એમાંથી ૧૯ આફ્ટરશૉક કચ્છમાં, ચાર તાલાળામાં અને એક-એક આફ્ટરશૉક સુરેન્દ્રનગર અને ડીસામાં આવ્યા હતા. ગુજરાતમાં આવેલા આ ૨૬ આફ્ટરશૉકમાંથી એક આફ્ટરશૉક ૩.૧ની તીવ્રતાનો હતો, જ્યારે ૧૪ આફ્ટરશૉક ૨.૦થી ૨.૯ રિક્ટર સ્કેલની તીવ્રતાના અને ૧૧ આફ્ટરશૉક ૧.૯ કે એનાથી ઓછી તીવ્રતાના આવ્યા હતા.