ધરતીકંપ: જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો

10 November, 2019 04:20 PM IST  |  Jamnagar

ધરતીકંપ: જામનગરમાં 2.9 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો

ધરતીકંપ

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રની ધરા અનેકવાર ધ્રુજી ઉઠી છે. ત્યારે ફરીએકવાર સૌરાષ્ટ્રના જામનગરમાં ધરતીકંપનો આંચકો આવ્યો છે. આજે 10 નવેમ્બરના રોજ જામનગરમાં 2.9ની તિવ્રતાનો ભુકંપનો આચકો અનુભવાયો હતો. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તો હજું થોડા દિવસ પહેલા લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો બીજી તરફ આજે ફરી ભાવનગરના મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. છેલ્લા 10 દિવસમાં સૌરાષ્ટ્રમાં અનેકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા છે.

આ પણ જુઓ : છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ત્રણ ભુકંપના આંચકા અનુભવાયા

30 ઓક્ટોબરના રોજ રોજકોટ જિલ્લામાં ભુકંપના 3 આંચકા અનુભવાયા
રાજકોટ જિલ્લામાં 30 ઓક્ટોબરના રોજ કોટડાસાંગાણીના હડમતાળા અને અરડોઇ ગામમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 29 ઓક્ટોબરના રોજ બપોર આસપાસ બંને ગામોમાં ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના સડકપીપળીયા ગામમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જામનગગમાં 2.6, ભચાઉમાં 2.4, મહુવામાં 3.8 અને ગોંડલમાં 2.5ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

earthquake gujarat jamnagar bhavnagar