હોળી પર્વે સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

03 March, 2020 11:36 AM IST  |  Mumbai Desk

હોળી પર્વે સ્ટૅચ્યુ ઑફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

સોમવારે હોળી છતાં ચાલું રહેશે સ્ટેચ્યુ ઑફ યુનિટી

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટીને લઈને અવારનવાર અહેવાલો આવ્યા કરે છે. તંત્ર દ્વારા બે દિવસની રજાઓને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં સોમવારે રજા હોય છે પરંતુ સોમવારે હોળીનો તહેવાર આવતો હોવાથી સ્ટૅચ્યુ ઑફ યુનિટી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. ટિકિટનું ઑનલાઇન બુકિંગ પણ ચાલુ જ રાખવામાં આવે છે.

holi statue of unity gujarat Places to visit in gujarat