રાજકોટ શહેર પડ્યું બિમાર : ઝાડા – ઉલ્ટીના 300થી વધુ કેસ નોંધાયા

10 April, 2019 11:08 PM IST  |  રાજકોટ

રાજકોટ શહેર પડ્યું બિમાર : ઝાડા – ઉલ્ટીના 300થી વધુ કેસ નોંધાયા

રાજકોટ સીવિલ હોસ્પિટલ (File Photo)

શિયાળામાં સ્વાઇન ફ્લુ બાદ હવે ઉનાળામાં આકરા તાપે રાજ્ય ભરમાં રોગચાળો વધી રહ્યો છે. ઉનાળાના ધોમ તાપના કારણે રાજ્યમાં ઝાડા, ઉલ્ટીના કેસ વધી રહ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં ઝાડા, ઉલ્ટીના અત્યાર સુધી કુલ 300થી વધુ કેસ નોંધાયા છે. ઝાડા, ઊલટી અને કમળો તેમજ મરડાના દર્દીઓની સંખ્યા વધી રહ્યા છે. આરોગ્ય શાખાના એપેડેમિક રિપોર્ટમાં જાહેર કરાતાં રોગચાળાના આંકડા કરતાં વાસ્તવિક રીતે દર્દીઓની સંખ્યા દસ ગણી વધુ હોવાનું ખાનગી તબીબી વર્તુળો જણાવી રહ્યા છે. ખાસ કરીને હાલમાં શહેરમાં કમળો અને મરડાના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

રાજકોટમાં હત એક સપ્તાહમાં શરદી, ઉધરસ અને તાવના ૧૭૪ કેસ
, ઝાડા, ઊલટીના ૯૨ કેસ, ટાઈફોઈડના ૨ કેસ, મરડાના ૬ કેસ, કમળાના ૩ કેસ, અન્ય તાવના ૨૭ કેસ સહિત કુલ ૩૦૪ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ખાનગી દવાખાનાઓમાં દરરોજ કમળાના 2 થી 3 કેસ નોંધાય છે. તાપ વધતાની સાથે જ ડેંગ્યુ, મેલેરિયા જેવો મચ્છરજન્ય રોગચાળો અને સ્વાઈન લૂ જેવા વિષાણુજન્ય રોગચાળા પર આપોઆપ નિયંત્રણ આવી ગયું છે.


મહત્વનું એ છે કે મનપા પોતાના ૧૯ આરોગ્ય કેન્દ્રો
, સિવિલ હોસ્પિટલ, પધ્મકુંવરબા હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલો તેમજ આંગળીના વેઢે ગણી શકાય તેટલી ખાનગી હોસ્પિટલોમાંથી જ રોગચાળાના આંકડા મેળવવામાં આવે છે. ત્યારે જો સમગ્ર શહેરમાંથી સાચો આકડો મેળવવામાં આવે તો તંત્રની ઉંઘ હરામ થઇ જાય.

rajkot gujarat