કચ્છમાંથી બીએસએફને પાંચ કરોડનાં ડ્રગ્સનાં પૅકેટ મળી આવતાં ચકચાર

08 October, 2019 10:36 AM IST  |  મુંબઈ ડેસ્ક

કચ્છમાંથી બીએસએફને પાંચ કરોડનાં ડ્રગ્સનાં પૅકેટ મળી આવતાં ચકચાર

પ્રતીકાત્મક તસવીર

કચ્છ : (જી.એન.એસ.) પાકિસ્તાન તરફથી ડ્રગ્સની સ્મગલિંગ કરવા માટે ગુજરાતનું કચ્છ એક સૉફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. અવારનવાર કચ્છમાંથી ડ્રગ્સ ઝડપવાની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે કચ્છના દરિયામાં બીએસએફને પેટ્રોલિંગ સમયે લખપત લકી ક્રિક નજીકથી સાંજે એક પૅકેટ મળ્યું હતું અને આજે પણ સવારે ક્રીક વિસ્તારમાંથી એક બીજું પૅકેટ મળી આવ્યું છે. આ બન્ને પૅકેટ- પ્રત્યેકની કિંમત ૫ કરોડ છે.

રવિવારે સાંજે બીએસએફની ૧૦૮ બટાલિયનને ડ્રગ્સનું પૅકેટ મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મે માસમાં કોસ્ટગાર્ડે પકડેલી અલ મદિના બોટમાં ૧૯૪ પૅકેટ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપ્યા હતા. ત્યાર બાદ બીએસએફ અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પૅકેટ મળ્યાં હતાં. જુલાઈમાં છેલ્લે ડ્રગ્સનાં પૅકેટ મળ્યાં હતાં. બોટ ઝડપાઈ ત્યારે સ્મગલરોએ ડ્રગ્સનાં અમુક પૅકેટસ દરિયામાં ફેંકી દીધાં હતાં.
ઉલ્લેખનીય છે કે ૨૧ મેએ કોસ્ટગાર્ડે જખૌ-ઓખા વચ્ચેની ભારતીય દરિયાઈ સીમામાં પાકિસ્તાની બોટ અલ મદિનામાંથી કેરિયરો સાથે ૫૦૦ કરોડથી વધુ કિંમતનાં ડ્રગ્સ સાથે ૬ પાકિસ્તાનીઓને પકડ્યા હતા. દરમિયાન કેરિયરોએ દરિયામાં ૧૩૬ જેટલાં ડ્રગ્સનાં પૅકેટ દરિયામાં ફેંકી દીધાં હતાં. જેમાંથી અત્યાર સુધી ૧૫ પૅકેટને સુરક્ષા એજન્સીઓ અને પોલીસે શોધી લીધા છે. ડ્રગ્સ કેરિયરો મારફત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ માર્ગે ગુજરાત અને મુંબઈમાં ડ્રગ્સ ઘૂસાડવાનું ષડયંત્ર ઝડપાયું હતું.

kutch gujarat