કેશોદ અને પડધરીમાં દલીત સમાજે આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી

16 April, 2019 11:20 PM IST  |  રાજકોટ

કેશોદ અને પડધરીમાં દલીત સમાજે આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરી

ડો. બાબા સાહેબ આંબેડકર

ગુજરાતભરમાં રવિવારે ડૉ.ભીમરાવ આંબેડકર સાહેબની ૧૨૮ મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેશોદ અને પડધરી ગામમાં પણ ફટાકડા ફોડી હર્ષોલ્લાથી ઉજવણી કરવામાં આવી હતી. કેશોદમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી અને રવિવારે રાત્રે જુના વાસ મહોલ્લા સહીતના વિસ્તારોમાં મકાનો લાઈટીંગથી સુશોભિત કરી ફટાકડા ફોડી આસતાબાજી સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. તો ચાર ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કેક કાપી ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સાંજના પાંચ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના જુદાજુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરી હતી તેમાં કેશોદ શહેર તાલુકાના તમામ સમાજ જોડાયા હતા.

પડધરીમાં પણ કરવામાં આવી ઉજવણી
ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મ જયંતિની પડધરી ગામમાં દલિત સમાજે ભાવભેર ઉજવણી કરી હતી. પડધરી બાયપાસ મોવૈયા સર્કલથી રવિવારે સવારના ૯ કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ. જે પડધરી મેઇન બજાર દરવાજા ચોક, પોસ્ટ ઓફીસ રોડ પરથી જયભીમના નારા સાથે પસાર થઇ જુની મામલતદાર કચેરી સામેના ગ્રાઉન્ડ ખાતે આવેલ બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરવામાં આવેલ અને શોભાયાત્રાનું સમાપન કરવામાં આવેલ. દલિત સમાજના રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દલિત સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

rajkot gujarat