અંબાજીમાં ગબ્બરને ફરતે પરિક્રમાપથ પર બની રહ્યો છે ડોમ

26 December, 2023 10:05 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૫૧ શક્તિપીઠની પરિક્રમાના માર્ગ પર બની રહેલા ડોમમાં લગાવાઈ રહી છે લોખંડની જાળી : ડોમ બન્યા પછી રાતે પરિક્રમાપથ પર જઈને લાઇટનો નઝારો માણી શકાશે

યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ગબ્બરને ફરતે બનાવેલી ૫૧ શ​ક્તિપીઠ પરિક્રમાપથ પર ડોમ બની રહ્યો છે અને ડોમ બન્યા પછી રાતે પણ માઈભક્તો પરિક્રમાપથ પર જઈ શકશે એવી વ્યવસ્થા ઊભી થાય એ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

અંબાજી ગબ્બરને ફરતે ૫૧ શક્તિપીઠ બનાવી છે અને માઈભક્તો એની પરિક્રમા કરી શકે એ માટે પરિક્રમા-માર્ગ બનાવ્યો છે. પરિક્રમાનો આ માર્ગ ત્રણ કિલોમીટર લાંબો છે. આ માર્ગમાં ઉપરની સાઇડે ડોમ બનાવવાનું આયોજન હાથ ધરીને અત્યારે ડોમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ડોમ લોખંડની જાળીથી બની રહ્યો છે. ડોમમાં લાઇટ તેમ જ સાઉન્ડ સિસ્ટમની સુવિધા પણ રખાશે. જેના પગલે માતાજીની ધૂન, ભજનો સાંભળતાં-સાંભળતાં અને સત્સંગ કરતાં-કરતાં માઈભક્તો પરિક્રમા કરી શકશે. લાઇટની સુવિધા થયા બાદ રાતે પણ લોકો પરિક્રમા-માર્ગ પર જઈ શકશે અને લાઇટનો નઝારો માણી શકશે.

national news gujarat news ahmedabad ambaji