સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ

14 January, 2020 07:55 AM IST  |  Rajkot | Rashmin Shah

સવારે ૯ પહેલાં અને સાંજે પાંચથી સાત વચ્ચે પતંગ ન ચગાવો, પ્લીઝ

આજે ઉત્તરાયણ નિમિત્તે ખ્યાતનામ લોકકલાકાર કીર્તિદાન ગઢવીએ પતંગની આપણી મજા પક્ષીઓ માટે સજા ન બની જાય એવું આહ્‍વાન કરતા વિડિયો વાઇરલ કર્યો હતો અને એમાં ચાઇનીઝ દોરી અને તુગ્ગલને કારણે પક્ષીઓને ઈજા ન પહોંચે એનું ધ્યાન રાખવાનું કહ્યું હતું અને સાથોસાથ તળના માનવી તરીકે તેમણે પોતાનું સરસ ઑબ્ઝર્વેશન ટાંકતાં કહ્યું હતું કે પતંગની મજા લેવી જ હોય તો બે સમયે લેવાનું ટાળો. કીર્તિદાને કહ્યું હતું કે સવારે ૯ વાગ્યા પહેલાં અને સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન પતંગ ન ઉડાડીએ, કારણ કે સવારે ૯ પહેલાં પક્ષીઓ ઊડતાં હોય છે અને સાંજે પાંચથી સાત દરમ્યાન પક્ષીઓ ચણીને પાછાં પોતાના માળામાં આવતાં હોય છે.
આ બે સમય સિવાયના સમયગાળામાં પતંગ ઉડાડવી હોય તો ઉડાડવી જોઈએ એવું કહેતાં કીર્તિદાને કહ્યું હતું કે ચાઇનીઝ દોરી કે તુગ્ગલનો ઉપયોગ કર્યા વિના આપણે આપણો તહેવાર આપણી રીતે, આપણી ચીજવસ્તુઓથી માણીએ.

Rashmin Shah kites makar sankranti