સૌરાષ્ટ્રના શિવમંદિરોમાં ભાવિકો શા માટે ઊમટ્યાં?

07 December, 2012 04:22 AM IST  | 

સૌરાષ્ટ્રના શિવમંદિરોમાં ભાવિકો શા માટે ઊમટ્યાં?



મહાદેવનું મૅજિક? : ગઈ કાલે રાજકોટમાં આવેલા એક શિવમંદિરમાં પોઠિયા પર ત્રિનેત્ર દેખાતું હોવાનું જાણવા મળતાં ઊમટી પડેલા શિવભક્તો. તસવીર : ચિરાગ ચોટલિયા



(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૭

ભગવાનની મૂર્તિ દૂધ પીએ એ ઘટના તો અગાઉ અનેક વાર બની ગઈ છે, પણ ગઈ કાલે સૌરાષ્ટ્રનાં શિવમંદિરોમાંના પોઠિયા પર અચાનક શિવજીનું ત્રિનેત્ર દેખાતાં ભાવિકોમાં જબરદસ્ત ઉત્કંઠા પ્રસરી ગઈ હતી. ભાવિકો આ ત્રિનેત્રનાં દર્શન કરવા મંદિરે ભેગા થઈ ગયા હતા. રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને અમરેલીનાં અનેક મંદિરોમાં બનેલી આ ઘટનાને નજરે જોવા માટે કેટલાંક મંદિરોમાં તો એટલી હદે ભીડ થઈ હતી કે મંદિરના પૂજારીએ ભાવિકોને લાઇનમાં આવવા કહેવું પડ્યું હતું. પોઠિયાની પીઠ પર ઊપસેલા આ ત્રિનેત્રનાં દર્શન માટે મોડી રાતે લગભગ ૪ વાગ્યા સુધી મંદિરો પર ધસારો રહ્યો હતો. પોઠિયાની પીઠ પર અચાનક ઊપસી આવેલા ત્રિનેત્ર માટે અંધશ્રદ્ધા વિરુદ્ધ ઝુંબેશ ચલાવતી સંસ્થા ભારતીય જનવિજ્ઞાન જાથાના ગુજરાત ચૅપ્ટરના ચૅરમૅન જયંત પંડ્યાને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આમાં સાયન્સ તો નથી દેખાતું, પણ આ કોઈક વ્યક્તિએ કરેલું કૃત્ય હોઈ શકે.

એક જ સમયે સૌરાષ્ટ્રનાં ૧૦૦થી વધુ મંદિરોમાં એકસાથે આવ્ાું કૃત્ય કરવામાં આવે એ માની નથી શકાતું એટલે ભાવિકો તો આને શિવજીનો ચમત્કાર જ સમજે છે.