09 November, 2022 08:07 PM IST | Gujarat | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ તસવીર
ગુજરાતી ચૂંટણી (Gujarat Election) પહેલા રાજ્યના પૂર્વ CM વિજય રૂપાણી (Vijay Rupani) અને પૂર્વ ડિપ્ટી સીએમ નિતિન પટેલે (Nitin Patel will not contest Election) ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તો, નિતિન પટેલે સીઆર પાટિલને (C R Patil) પત્ર લખ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે તે પણ ચૂંટણી નથી લડવા માગતા.
આ બન્ને સિવાય અન્ય કેટલાકના નામ પણ સામે આવ્યા છે જેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. જેમ વિજય રૂપાણી સરકારના મંત્રી મંડળમાં શિક્ષણ અને રાજસ્વ મંત્રી રહી ચૂકેલા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા ચૂંટણી નહીં લડે. સમાચાર પ્રમાણે વિજય રૂપાણી, નિતિન પટેલ અને ભૂપેન્દ્ર ચૂડાસમા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આની સાથે જ વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા સૌરભ પટેલ અને પ્રદીપસિંહ જાડેજા પણ ચૂંટણી લડવાની શક્યતા ઓછી છે.