Coronavirus Outbreak: ગુજરાતમાં નવા કેસિઝ 372, 608 દર્દી ડિસ્ચાર્જ

29 May, 2020 10:01 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: ગુજરાતમાં નવા કેસિઝ 372, 608 દર્દી ડિસ્ચાર્જ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાત રાજ્યમાં 28મી મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં નવા 372 કેસો નોંધાયા છે અને 20ના મૃત્યુ થયા છે જ્યારે 608 દર્દી સાજા થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980 થયો છે જ્યારે 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

ગુજરાતમાં જે જિલ્લામાં કેસ થયા છે તેમાં અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટાઉદેપુરમાં પણ 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટ, અરવલ્લી, સુરેન્દ્રનગર, જુનાગઢ, સાબરકાંઠા, ભરૂચ, ખેડા, મહીસાગર, પંચમહાલ જેવા જિલ્લાઓમા એક એક કેસ નોંધાયો છે. ICMR ની ગાઈડલાઈન પ્રમાણે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કૂલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન  9414.65 ટેસ્ટ કરાયા છે. રાજ્યની 31 લેબને અત્યારે ટેસ્ટિંગની પરવાનગી મળેલી છે.

અમદાવાદથી ગૌહાટી ગયેલી ફ્લાઇટમાં બે મુસાફરોનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો

અમદાવાદથી 25 મેના દિવસે સ્પાઇસ જેટની ફ્લાઈટમાં દિલ્હીથી ગૌહાટી ગયેલા બે પેસન્જર્સને કોરોના પૉઝીટિવ આવ્યો છે. આમ થવાથી બંન્ને મુસાફરો સાથે પાઇલટ અને ક્રુને પણ ક્વોરેન્ટાઇન કરાયા છે. આ અગાઉ એર ઇન્ડિયાની દિલ્હીથી લુધિયાનાની ફ્લાઈટમાં અને ઇન્ડિગોની ચેન્નઈથી કોયમ્બતુરની ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.