અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ 15મી મેથી દુકાનો ખૂલશે

14 May, 2020 09:02 AM IST  |  Ahmedabad | Mumbai Correspondent

અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ 15મી મેથી દુકાનો ખૂલશે

પ્રતીકાત્મક તસવીર

કોરોનાની મહામારીમાં કોરોનાથી ગુજરાતના સૌથી અસરગ્રસ્ત અમદાવાદમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં તા.૧૫ મેથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો શરતોને આધીન શરૂ કરવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં હોલસેલ શાકભાજીના વેચાણ માટે પાંચ વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં ખાડીયા, જમાલપુર, શાહપુર, દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા, અસારવા, ગોમતીપુર, સરસપુર અને મણિ‌નગરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.આ વિસ્તારમાં રહેતા નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓની અગવડ ના પડે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે. જેમાં કન્ટેન્મેન્ટ ઝોનમાં કરિયાણું, શાકભાજી, ફળફળાદી તથા અનાજ દળવાની ઘંટી સવારના ૮ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન વેપારીઓ અને ફેરીયાઓને પ્રવેશ આપવામાં આવશે. બીજી તરફ, અમદાવાદમાં શાકભાજીના હોલસેલ બજાર શરૂ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે, જેમાં રીવરફ્રન્ટ ખાતે આવેલા ગુર્જરી બજાર, કાંકરીયા ફુટબોલ ગ્રાઉન્ડ, દૂરદર્શન કેન્દ્ર પાછળના ગ્રાઉન્ડ, જેતલપુર એપીએમસ માર્કેટ તથા ડુંગળી બટાકા માટે વાસણા એ.પી.એમ.સી. માર્કેટનો સમાવેશ થાય છે.આ હોલસેલ બજારોમાંથી શાકભાજીનું છૂટક વેચાણ કરતા વિક્રેતા હોલસેલમાં શાકભાજી ખરીદી કરી શકશે.

gujarat gandhinagar ahmedabad lockdown coronavirus covid19