Coronavirus Gujarat Update: રાજ્યમાં કેસ વધ્યા,અમદાવાદમાં 77 પૉઝિટીવ

07 April, 2020 01:17 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Gujarat Update: રાજ્યમાં કેસ વધ્યા,અમદાવાદમાં 77 પૉઝિટીવ

ગુજરાતમાં કેસિઝ ઝડપથી વધી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાનાં કેસિઝની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં કૂલ 165 કેસિઝ નોંધાયા છે જેમાંથી પચાસ ટકા કેસ એપ્રિલનાં પહેલા અઠવાડિયામાં જ નોંધાયા. પહેલો કેસ 19 માર્ચે નોંધાયો હતો અને પછી ધીમી ગતિએ કેસિઝની સંખ્યા વધવા માંડી હતી. રાજ્યનાં ૩૩ જિલ્લામાંથી ૧૭ જિલ્લાઓમાં કોરોનાનાં દર્દીઓ છે. સૌથી વધુ કેસિઝ અત્યાર સુધીમાં અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કૂલ 77 કેસિઝ નોંધાયા છે જેમાંથી 13 એક જ દિવસમાં સામે આવ્યા.  165 પોઝિટિવ કેસમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે. જ્યારે રાજકોટને એક દર્દીને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 19 નવા પોઝિટિવ કેસમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે. અમદાવાદમાં કેસિઝનું પ્રમાણ અચાનક જ વધતું હોવાથી કાલુપુર ટાવર પાસે બમલોચવાડ વિસ્તારને ક્લસ્ટર ક્વોરેન્ટિન કરાયો છે તો બોડકદેવ વિસ્તારને પણ હોટસ્પોટ જાહેર કરાયો છે.અમદાવાદમાં કોર્પેરેશને ડોર ટૂ ડોર ફરીને કોરોનાનાં કેસિઝ શોધ્યા હોય તેવા કૂલ 80 ટકા કેસિઝ છે.

covid19 coronavirus gujarat ahmedabad