મહેસાણામાં જોડિયાં બાળક જન્મતાંની સાથે જ એક કોરોના પૉઝિટીવ

19 May, 2020 06:19 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મહેસાણામાં જોડિયાં બાળક જન્મતાંની સાથે જ એક કોરોના પૉઝિટીવ

નવજાત શિશુ

મહેસાણાની વડનગરમાં આવેલા મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો. જન્મ આપેલા જોડિયાં બાળકો પૈકી એક પુત્રનો સોમવારે કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતાં તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. એક દિવસના બાળકનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવવાની ઘટના માત્ર મહેસાણાંમાં જ નહીં પણ આખા ગુજરાતમાં પ્રથમ છે. જો કે, વડનગર મેડિકલ કૉલેજના સુપ્રિટેન્ડેન્ટ એચ.ડી પાલેકરે આ રિપોર્ટ શંકાસ્પદ ગણાવી અને બે દિવસ પછી બાળકનું સેમ્પલ ફરીથી લેવાશે તેમ જણાવ્યું હતું.

એક દિવસના બાળકની કોરોના પૉઝિટીવ રિપોર્ટે આરોગ્ય વિભાગને ચોંકાવી દીધો છે. મોલીપુરની કોરોના સંક્રમિત મહિલા હસુમતીબેન પરમારે શનિવારે વડનગર મેડિકલ હૉસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હચો. બાળકોના વૉર્ડમાં રાખવામાં આવેલા બન્ને બાળકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેની રિપોર્ટ સોમવારે આરોગ્ય વિભાગને ચોંકાવનારી નીપજી. નવજાત બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બાળકનો રિપોર્ટ પૉઝિટીવ આવતાં બે દિવસ પછી ફરી તેના સેમ્પલ લઈ અને રિપોર્ટ કરાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બાળક સાથે જિલ્લામાં પૉઝિટીવ કેસનો આંકડો 70 પર પહોંચ્યો છે. હાલ 19 દરદીઓ કોવિડ હૉસ્પિટલમાં સારવાર લે છે. વડનગર મેડિકલ કૉલેજના સુપ્રીટેન્ડેન્ટ એચ. ડી. પાલેકરનું કહેવું છે કે, "રિપોર્ટ શંકાસ્પદ છે. તેથી બે દિવસમાં રિપીટ સેમ્પલ લેવામાં આવશે. જો રિપૉર્ટ પૉઝિટીવ આવે તો બન્ને નવજાત બાળકોને આવવી જોઇએ. સંક્રમણ થવા માટે મુખ્યત્વે કરાવવામાં આવતું બ્રેસ્ટ ફિડિંગ પણ કરાવવામાં આવ્યું નથી અને બન્ને બાળકો એકસાથે જ છે ત્યારે એક બાળકની રિપૉર્ટ પૉઝિટીવ આવે અને બીજાની નેગેટિવ એ શક્ય જ નથી. તેમ છતાં અમે કન્ફર્મ કરીશું."

નોંધનીય છે કે, સોમવારે 44 શંકાસ્પદોનાં સેમ્પલ લેવાયાં, 61 પેન્ડિંગ
જિલ્લા આરોગ્ય વિભાગે રવિવારે 43 અને સોમવારે 44 શંકાસ્પદોના સેમ્પલ લીધા હતા. જેમાં 25 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જ્યારે 61 રિપોર્ટ હજી પેન્ડિંગ છે. જ્યારે મહેસાણાં સાંઇક્રિષ્ના હોસ્પિટલમાં પાંચ દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઈ છે

mehsana gujarat coronavirus covid19