કોરોના-ફૅશન કરો ના

25 April, 2020 08:21 AM IST  |  Rajkot | Rashmin Shah

કોરોના-ફૅશન કરો ના

મેચિંગ માસ્ક

અત્યારે લૉકડાઉન છે અને આવતા સમયમાં લૉકડાઉન ઊતરશે તો પણ બે-ચાર મહિના માસ્ક કમ્પલ્સરી રહે એવું અત્યારના તબક્કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવા સમયે કોરોનાની આ ત્રાસદીને ફૅશનમાં કન્વર્ટ કરવાનું કામ દિલ્હીની પૅરી ફૅશન્સ નામની એક રેડીમેડ ગાર્મેન્ટ કંપનીએ કર્યું છે અને શર્ટ જેવા જ ક્લોથના માસ્ક બનાવીને એણે ઑર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. શર્ટ સાથે આ માસ્ક ફ્રી મળશે. પૅરી ફૅશન્સના માર્કેટિંગ-ઑફિસર ક્રિષ્ના ગુપ્તા કહે છે, ‘આપણે ત્યાં હજી પણ લોકો એ વાત નથી સમજતા કે માસ્ક ધોવા જોઈએ, જેથી એમાં કોરોના વાઇરસ હોય તો એ સાફ થઈ જાય. મોટા ભાગના લોકો માસ્ક કાઢીને મૂકી દે છે અને પછી બીજા દિવસે એ જ માસ્ક પાછા પહેરી લે છે. આ ખોટું છે, પણ આ વાતમાંથી જ અમને સેપરેટ માસ્કનો વિચાર આવ્યો જેને અમે શર્ટ સાથે જોડી દીધા.’
આ શર્ટના અત્યારે બાવીસ સૅમ્પલ બનાવવામાં આવ્યાં છે, જેનું પ્રોડક્શન ત્રીજી મે પછી શરૂ થશે અને ૧૦ મેથી એ માર્કેટમાં મળતાં થઈ જશે.

Rashmin Shah rajkot coronavirus covid19 fashion