ડ્રૉન હવે મોકલશે મેમો

30 March, 2020 06:32 AM IST  |  Rajkot | Rashmin Shah

ડ્રૉન હવે મોકલશે મેમો

કોરોના સામે લડવાના હેતુથી દેશભરમાં લૉકડાઉન જાહેર કરાયા પછી પણ હજી કેટલાક ભડવીર બહાર રખડવાનો શોખ ધરાવે છે. આવું મુંબઈમાં પણ છે અને ગુજરાતમાં પણ છે, પણ ગુજરાતમાં રાજકોટ પોલીસે આ ભડવીરોને સીધાદોર કરવાનો રસ્તો શોધી લીધો છે. રાજકોટ ટ્રાફિક પોલીસ અને રાજકોટ પોલીસ દ્વારા સંયુક્ત રીતે નક્કી કરવામાં આવ્યા મુજબ હવેથી સીસીટીવી કૅમેરા અને ડ્રોનનો ઉપયોગ કરીને બહાર ફરતાં વાહનોને મેમો મોકલવામાં આવશે. જાહેર નિયમોના ઉલ્લંઘન માટેનો આ મેમો જો કોઈ એવી વ્યક્ત‌િને જશે જે જીવનજરૂરી ચીજવસ્તુઓના વેપાર સાથે જોડાયેલો કે પછી એ પ્રકારની જૉબ કરતો હોય તો તે એ મેમો ટ્રાફિક ઑફિસમાં જરૂરી પુરાવા સાથે દેખાડશે તો ફાઇન માફ કરવામાં આવશે, પણ અર્થહીન ટહેલવા નીકળેલા લોકોએ પોતાનો ફાઇન ભરવાનો રહેશે. ત્રણ વખત માટેના આ ફાઇનમાં એક હજાર, બે હજાર અને ત્રણ હજાર એમ ત્રણ પ્રકારના ફાઇન રાખવામાં આવ્યા છે. ચોથી વખત આ ભૂલ થશે તો વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
રાજકોટના પોલીસ-કમિશનર મનોજ અગરવાલે કહ્યું હતું, ‘લોકોનાં હિત માટે આકરાં પગલાં અનિવાર્ય છે. જો લૉકડાઉનનું પાલન કરવામાં નહીં આવે તો વધારે આકરા થતાં પણ ખચકાઈશું નહીં.’

rajkot Rashmin Shah gujarat coronavirus covid19