પાક વીમાં ખેડુતોને અન્યાય મામલે કોંગ્રેસ ધારસભ્યોના મોડી રાત સુધી ધરણાં

09 April, 2019 09:10 AM IST  |  ગાંધીનગર

પાક વીમાં ખેડુતોને અન્યાય મામલે કોંગ્રેસ ધારસભ્યોના મોડી રાત સુધી ધરણાં

કોંગ્રેસ MLA ના ગાંધીનગર કૃષિ નિયામક ચેમ્બરમાં ધરણાં

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ખેડુતો પરેશાન છે. તેમની પરેશાની પાક વીમાને લઇને છે. ત્યારે કોંગ્રેસે પાક વિમાના મુદ્રાને લઇને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સોમવારે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્રા પર કૃષિ નિયામક સાથે બેઠક યોજી હતી. પરંતુ તેમને કોઇ સંતોષકારક જવાબ ન મળતા મોડી રાત સુધી ગાંધીનગર કૃષિ ભવનમાં કૃષિ નિયામકની ઓફિસમાં જ ધરણા કર્યા હતા.

શું હતી આખી ઘટના...

મળતી માહિતી મુજબ સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો રૂત્વિક મકવાણા, બ્રિજેશ મેરજા સહીતના લોકો ખેડુતના આગેવાનો સાથે કૃષિ નિયામક ભરત મોદી સાથે પાક વીમાના મુદ્રાને લઇને બેઠક યોજી હતી. તેમના કહેવા પ્રમાણે ભરત મોદીએ 25 થી 30 મિનિટ સુધી તેમની સાથે ચર્ચા કર્યા બાદ પણ કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આ કારણથી કોગ્રેસના ધારાસભ્યોએ ભરત મોદી અને સરકારનો વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે સંતોષકારક જવાબ નહી મળે ત્યાર સુધી કૃષિ ભવન છોડીશું નહી.

આ પણ વાંચો : ગાંધીનગરઃ 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

રૂત્વિજ મકવાણાએ જણાવ્યું હતું કે સરકારે ખેડુતો માટે 0.15
% નો પાત વીમો જાહેર કર્યો છે. તેમ છતાં સરકાર અને વીમા કંપની વચ્ચે સાઠગાઠના કારણે ખેડુતોને તકલીફ પડી રહી છે અને તેમને જીવન નીરવાહ કરવા માટે તકલીફ પડી રહ્યાનો સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે અગાઉથી જ રજૂઆત કરી હતી. તેમ છતાં કૃષિ નિયામક જવાબ નહીં આપતા અમે ધરણા પર બેઠા હતા. સરકાર જ્યા સુધી આકડાઓ નહીં આપે ત્યાર સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

gandhinagar Gujarat Congress Gujarat BJP