વી. એસ. હૉસ્પિટલને યથાવત રાખવા CMને રજૂઆત

15 January, 2019 08:34 PM IST  |  | Dirgha media news agency

વી. એસ. હૉસ્પિટલને યથાવત રાખવા CMને રજૂઆત

કૉંગ્રેસ મુખ્યમંત્રીને આપ્યું આવેદન

અમદાવાદની જાણીતી વાડીલાલ સારાભાઈ એટલે કે વી એસ હૉસ્પિટલના નવીનીકરણ મામલે કૉંગ્રેસે મુખ્યમંત્રીને આવેદન આપ્યું. સરકાર 600 કરોડના ખર્ચે વી એસ હૉસ્પિટલની કાયાપલટ કરીને તેને મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલ બનાવી રહી છે. જેના ઉદ્ધાટન માટે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. ત્યારે વી. એસ. હૉસ્પિટલની સ્થિતિ યથાવત રાખવા માટે કૉંગ્રેસે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

કૉંગ્રેસની રજૂઆત છે કે નવી વી. એસ. હૉસ્પિટલમાં તપાસ અને ઑપરેશનના જે ચાર્જિસ છે તે ગરીબ લોકો માટે થોડા વધારે છે. જેથી તેઓ જૂના સ્ટાફ અને જૂની સુવિધાઓને યથાવત રાખે. સાથે જ સરકારની મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ તથા કેન્દ્ર સરકારની આયુષ્યમાન યોજના અંતર્ગત મેલેરિયા, ટાઈફોઈડ જેવા રોગોમાં પણ ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે.

આ પણ વાંચોઃ અલ્પેશ કથીરિયાના જામીન રદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

કૉંગ્રેસે તેમની માંગણી સાથેનું આવેદન મુખ્યમંત્રીને આપ્યું ત્યારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ, અશ્વિન કોટવાલ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ પણ કૉંગ્રેસની રજૂઆત સાંભળી ઘટતું કરવાની ખાતરી આપી

congress gujarat