દ્વારકા : કોંગ્રેસના આ સીનિયર નેતાએ ચોકીદારને નીચ કહેતા રાજકારણ ગરમાયું

08 April, 2019 07:59 PM IST  |  દ્રારકા

દ્વારકા : કોંગ્રેસના આ સીનિયર નેતાએ ચોકીદારને નીચ કહેતા રાજકારણ ગરમાયું

કોંગ્રેસ નેતા મુળુભાઇ કંડોરિયાની જીભ લપસી

લોકસભા ચુંટણી 2019ને લઇને દરેક પક્ષે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે નેતાઓ પ્રચારમાં એટલા મસ્ત થઇ જતાં હોય છે કે તેઓ શું બોલી રહ્યા હોય છે તે તેમને ખ્યાલ નથી હોતો. આવું જ કઇંક જામનગરમાં કોંગ્રેસના સીનિયર નેતા મુળુભાઇ કંડોરિયા સાથે થયું હતું. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચૌકીદાર શબ્દને નીચ ગણાવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું.


આ પહેલા વિધાનસભા ચુંટણીમાં પણ આવા શબ્દો વાપરીને કોંગ્રેસ ફસાયું હતું
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચુંટણીમાં મણિશંકર ઐયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નીચ શબ્દનો પ્રયોગ કરતા તેમનો મોટો વિરોધ નોંધાયો હતો. ચોકીદાર શબ્દ લોકસભા
2019ની ચૂંટણીની ટેગલાઈન બની ગઈ છે.તેમ બંને પક્ષો દ્વારા પોતાના ભાષણોમાં તેનો ઉપયોગ કરવામા આવે છે. ત્યારે પીએમ મોદી પર પ્રહાર કરવા જતાં જામનગર કોંગ્રસના ઉમેદવાર મૂળુ કંડોરિયા ભાન ભૂલ્યા હતા, અને ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો ગણાવ્યો હતો.

આ પણ વાંચો : લોકસભા 2019: ગુજરાતમાં જામનગરનો જંગ નહીં હોય આસાન, પૂનમની સામે હાર્દિકની છે દાવેદારી

મુળુભાઇ કંડોરિયાએ ચોકીદારને નીચ કહેતા રાજકારણ ગરમાયું
દ્રારકામાં જામનગર વિસ્તારની બેઠકમાં કોંગ્રેસના સીનિયર નેતા મુળુભાઇ કંડોરિયાની ચૂંટણી મિટિંગ દરમ્યાન જીભ લપસી હતી. પોતાના સંબોધનમાં તેમણે ચોકીદાર શબ્દને જ નીચ ગણાવ્યો હતો. તેમણે વડાપ્રધાનના ચોકીદાર શબ્દ પર ગુસ્સો ઉતારીને ચોકીદાર શબ્દને નીચ કક્ષાનો કહ્યો હતો. તેમણે પોતાના સંબોધનમાં લોકશાહી પર તરાપ મારવાની પ્રયાસ ભાજપ દ્વારા કરાઈ રહ્યો છે
, તેવું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દ્રારકાની મયુર ટાઉનશીપ ખાતે યોજાયેલ મૂળુભાઈ કંડોરીયાની ચૂંટણી મીટિંગમાં ગણતરીના લોકો જ હાજર રહ્યા હતા.

dwarka Gujarat Congress Gujarat BJP