ગુજરાત વિધાનસભા ગૃહમાંથી કૉન્ગ્રેસ અને આપના વિધાનસભ્યોને કરાયા સસ્પેન્ડ

02 March, 2023 08:30 AM IST  |  Ahmedabad | Shailesh Nayak

પી.એસ.આઇ.ભરતી કૌભાંડના મુદ્દે કૉન્ગ્રેસે કર્યો ગૃહમાંથી વૉકઆઉટ, ગૃહરાજ્ય પ્રધાનનું રાજીનામું માગ્યું, વિધાનસભા પરિસરમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા 

પ્રતીકાત્મક તસવીર


અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે પી.એસ.આઇ.ભરતી કૌભાંડના મુદ્દે કૉન્ગ્રેસે ચર્ચા માગતાં એનો અસ્વીકાર થતાં કૉન્ગ્રેસે ગૃહમાં પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કર્યો હતો અને ગૃહરાજ્ય પ્રધાનનું રાજીનામું માગતા સૂત્રોચ્ચાર કરીને વિધાનસભા પરિસરમાં સરકાર સામે દેખાવો યોજ્યા હતા. બીજી તરફ કૉન્ગ્રેસને સાથ આપનાર આમ આદમી પાર્ટીના વિધાનસભ્યો અને કૉન્ગ્રેસના વિધાનસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયા હતા. કૉન્ગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે ગૃહમાં યુવાનોની ચિંતા કરી ગંભીર વિષયને લઈને ચર્ચા કરવાની કૉન્ગ્રેસે માગણી કરી ત્યારે એની ના પાડી દેવામાં આવી. 

gujarat news Gujarat Congress aam aadmi party