કોલગેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન ગુજરાતમાં થશે : નવો પ્લાન્ટ સાણંદમાં

29 July, 2012 03:21 AM IST  | 

કોલગેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન ગુજરાતમાં થશે : નવો પ્લાન્ટ સાણંદમાં

કંપની ટૂથપેસ્ટના ઉત્પાદન માટે અમદાવાદ નજીક સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. આ માટે ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન પાસેથી ૩૯ એકર જમીન ખરીદી છે એ માટે ૪૨.૬૨ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ઉપરાંત કંપની સધર્ન આંધ્ર પ્રદેશમાં ટૂથબ્રશના ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થાપશે. આ માટે ૧૧.૪૦ કરોડ રૂપિયામાં ૨૫ એકર જમીન ખરીદી છે. આ બન્ને પ્લાન્ટ્સમાં ૨૦૧૩ સુધીમાં ઉત્પાદન શરૂ થઈ જશે.

 

ટૂથપેસ્ટનો વપરાશ સતત વધી રહ્યો છે અને ટૂથપાઉડરનો ઘટી રહ્યો છે એને કારણે કંપનીએ ગયા વર્ષે હૈદરાબાદમાં આવેલો ટૂથપાઉડરનો પ્લાન્ટ બંધ કરી દીધો હતો. ઔરંગાબાદ પ્લાન્ટમાં ઉત્પાદન ચાલુ છે.

ટૂથપેસ્ટની માર્કેટમાં કંપનીનો બજારહિસ્સો ૫૨.૩૦ ટકાથી વધીને ૫૪.૩૦ ટકા અને ટૂથબ્રશમાં ૩૬.૨૦ ટકાથી વધીને ૩૮.૧૦ ટકા થયો છે.

કંપની ચીન, થાઇલૅન્ડ અને તુર્કીથી ફિનિશ્ડ ગુડ્ઝની આયાત કરે છે જ્યારે શ્રીલંકા, નેપાલ, માલદીવ્સ, કેન્યા અને અન્ય કેટલાક આફ્રિકન દેશોમાં નિકાસ કરે છે.