CM રૂપાણીએ કરી પરિસ્થિતિની સમીક્ષા, બુધવારથી સ્થળાંતરની શક્યતા

11 June, 2019 05:32 PM IST  |  જૂનાગઢ

CM રૂપાણીએ કરી પરિસ્થિતિની સમીક્ષા, બુધવારથી સ્થળાંતરની શક્યતા

File Photo

સીએમ વિજય રૂપાણી પણ વાયુ વાવાઝોડાને લઈ હરકતમાં આવ્યા છે. સીએમ વિજય રૂપાણી વાયુ વાવાઝોડાને લઈ સાવચેતીની કામગીરી માટે તૈયારીઓ પર સતત નજર રાખી રહ્યા છે. જૂનાગઢમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે સરકાર કોઈ પણ સ્થિતિને પહોંચીવળવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે તમામ સ્ટાફની રજા રદ કરી દેવાઈ છે.

મીડિયા સાથે વાતચીત કરતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું,'વાયુની સલામતીની તૈયારીઓ માટે તમામ મંત્રીઓને જવાબદારી સોંપી દેવાઈ છે. બુધવારે કેબિનેટ બેઠક પર વાયુ વાવાઝોડા મામલે ચર્ચા થશે. બેઠકમાં વિચારણા અને ચર્ચા બાદ તમામ મંત્રીઓને જુદા જુદા જિલ્લાઓની જવાબદારી સોંપી દેવામાં આવશે. જે કલેક્ટરો રજા પર હતા તેમને બપોર સુધી હાજર થવાના હુકમ કરી દેવાયા છે. તમામ સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. નુકસાનીને ધ્યાનમાં રાખીને તમામ વ્યવસ્થા કરી છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાને હાઇએલર્ટ બનાવવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં જે ડિપ્રેશન ઉભું થયું છે તેમાંથી 12 તારીખે વાવાઝોડું બનશે. જે આગામી 13 અને 14 જૂનના રોજ ગુજરાતમાં ત્રાટકવાની શક્યતા છે.'

સીએમ વિજય રૂપાણીએ વધુમાં કહ્યું,'વેરાવળના માછીમારી કરતા લોકોને ચાર પાંચ દિવસ દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં ગયા છે, તેમને પરત બોલાવી લેવા માટે પણ તૈયારી કરી દેવાઈ છે. NDRFની ટીમો પણ વેરાવળમાં તૈનાત થઈ જશે.'

આ પણ વાંચોઃ ગુજરાત તરફ વધ્યું 'વાયુ'- અમિત શાહે બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક, અલર્ટ પર સેના

સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે જરૂર પડશે તો કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર પણ શરૂ કરી દેવાશે, જેથી જાનહાનિ ટાળી શકાય. સાથે જ રાજ્ય સરકાર ઓડિશા સરકાર પાસેથી વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સલાહ સૂચન લેવાઈ રહ્યા છે.

Vijay Rupani gujarat gandhinagar