આમારો માત્ર એક જ મુદ્દો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને : CM રૂપાણી

20 April, 2019 02:24 PM IST  | 

આમારો માત્ર એક જ મુદ્દો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને : CM રૂપાણી

અમારો માત્ર એક જ મુદ્દો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને

ગુજરાતની 26 સીટો પર 23 એપ્રિલે મતદાન થશે. આ પહેલા દરેક પક્ષ પોતાનો દમ દેખાડી રહ્યો છે. 21 એપ્રિલ સાંજથી આચારસહિતા લાગુ થશે ત્યારે ચૂંટણી પ્રચારનો પણ અંત આવશે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રુપાણીએ મતદાન બાબતે પ્રેફ કોન્ફરન્સ યોજી છે.વિજયભાઈ રુપાણીએ કહ્યું હતું કે,નરેન્દ્ર મોદી રવિવાર સવારથી ગુજરાતની મુલાકાત કરશે. સવારે પાટણમાં નરેન્દ્ર મોદી સભાને સંબોધશે.

પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસને નિશાન બનાવતા વિજય રુપાણીએ કહ્યું હતું કે, 'નરેન્દ્રભાઈ આપણા ગુજરાતી છે કોંગ્રેસ અને આંખ ના કણા ની જેમ ગુજરાત ખૂંચે છે.કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. કોંગ્રેસ શાસન માં ઘણા બૉમ્બ ધડાકા થયા છે. ભાજપ ના શાસન માં બૉમ્બ ધડાકા થયા નથી. માત્ર વચનો આપી કોઈ પણ રીતે મત મળે તે કોંગ્રેસ કરી રહી છે. કોંગ્રેસ પ્રચાર માં પાછળ રહી ગઈ છે. કોંગ્રેસે કહ્યું કોઈ પણ વ્યક્તિ લશ્કર ના અધિકારીઓ વિરુદ્ધ પગલાં લઈ શકે તેવા કાયદા લાવીશું તેનો જવાબ કોંગ્રેસ આપે. તાજ હુમલા બાદ મનમોહનસિંહ સરકારે ત્રાસ વાદ વિરુદ્ધ કર્યું શુ ? સેનાનો જુસ્સો ઘટે એ જ કામ કર્યું.'

 

આ પણ વાંચો: જેટ બંધ થતા આસમાને પહોંચેલા વિમાની ભાડાને કાબૂમાં લેવા પરિમલ નથવાણીની સરકારને અપીલ

 

નરેન્દ્ર મોદીના વખાણ કરતા વિજય રુપાણીએ કહ્યું હતું કે,'અમારો માત્ર એક જ મુદ્દો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને. આજ અને કાલ સહિત મારી 75 સભાઓ આ ચૂંટણીમાં કુલ થશે. હજારો કાર્યકર્તાઓ સાથે અમે વાજતે ગાજતે ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ માં પુર જોશમાં પ્રચારમાં જોડાયા હતા. કોઈ પણ વિવાદ વગર જે સાંસદો ની ટિકિટ નથી મળી એ પણ કાર્યકર્તાઓ સાથે કામે લાગી ગયા છે. આ રાષ્ટ્રીય મુદા ની ચૂંટણી છે. દેશ સુરક્ષીત રહે તેવી વ્યક્તિ ને સાશન સોપીએ. મોદી દેશ ભક્ત અને મહેનતુ વ્યક્તિ છે. 5 વર્ષ દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ એ બધા લોકો માટે ગરીબો ની સરકાર બની ને કામ કર્યું છે. અમારુ સપનું છે કે 2022 સુધી દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે. મોદી અને ભાજપ સરકારે તમામ પગલાં ગરીબો માટે લીધા છે.'

Vijay Rupani Election 2019