ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ૩ બાળકોનાં મોત

11 July, 2026 09:48 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

જ્યારે એક બાળક વડનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત થયું છે. એને કારણે અત્યાર સુધીમાં ગુજરાતમાં ૩ બાળકોનાં મોત થયાં છે, જ્યારે એક બાળક વડનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.  

ગુજરાતના આરોગ્યપ્રધાન પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે ‘ચાંદીપુરા વાઇરસને કારણે ગોધરા તાલુકાનાં બે ગામનાં બે બાળકોનાં ૪ દિવસ પહેલાં ડેથ થયાં હતાં, જ્યારે હિંમતનગરની સિવિલ હૉસ્પિટલમાં રાજસ્થાનના એક બાળકને સારવાર માટે ઍડ્‍મિટ કરવામાં આવ્યું હતું. તેની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી અને તેનું ડેથ થયું છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસથી ૩ બાળકોનાં ડેથ થયાં છે. એક બાળક વિસનગર વિસ્તારનું છે જેને વડનગર હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગની ટીમ સર્વે કરી રહી છે અને દવાનો છંટકાવ કરવાની સૂચનાઓ આપી છે.’

gujarat gujarat news