ગઈ કાલે સાંજે મોદીએ ખુલ્લો મૂક્યો કાંકરિયા કાર્નિવલ

26 December, 2011 05:27 AM IST  | 

ગઈ કાલે સાંજે મોદીએ ખુલ્લો મૂક્યો કાંકરિયા કાર્નિવલ

 

હકીકતમાં અમદાવાદની અને ગુજરાતની મહત્વની ઘટનાઓને પથ્થરમાં કંડારવાનું અભિયાન કાંકરિયાની પાળ પર ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ત્રીસ હજાર ફૂટ લંબાઈની પાળ પર આ સૅન્ડ-મ્યુરલ તૈયાર થશે અને એ પછી વિશ્વનું સૌથી મોટું સૅન્ડ-મ્યુરલ ધરાવવાનો રેકૉર્ડ અમદાવાદને નામે લખાશે. હજી આ સૅન્ડ-મ્યુરલનો અમુક હિસ્સો જ તૈયાર થયો છે. એના ઉદ્ઘાટન વખતે મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જેમને ઇતિહાસ જાણવો છે અને ગુજરાતની ચડતી-પડતી સમજવી છે તેમના માટે પથ્થરોમાં કોતરાયેલો આ દસ્તાવેજ શિક્ષાનું ભાથું બનશે. આ સૅન્ડ-મ્યુરલમાં અમદાવાદ શહેરનો નકશો, અહીંની સામાજિક અને સાંસ્કૃતિક વિકાસયાત્રા, પ્રગતિનાં પાનાં, મહાનુભાવોની યાદ તથા ગુજરાતની વિકાસયાત્રા સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓને કંડારવામાં આવશે. કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટનમાં અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ તથા સ્લમ વિસ્તારનાં બાળકોએ મળીને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મેયર અસિત વોરાએ પ્રાસંગિક પ્રવચન કરીને બધાને આવકાર્યા હતા.