આજે આર્મી કૅમ્પના હનુમાનજી મંદિરમાં ભાવિકોને પ્રસાદ મળશે

10 November, 2011 08:31 PM IST  | 

આજે આર્મી કૅમ્પના હનુમાનજી મંદિરમાં ભાવિકોને પ્રસાદ મળશે



કૅમ્પના હનુમાનજીના મંદિરમાં પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યા બાદ આર્મીના સત્તાવાળાઓએ દેવદિવાળીના દિવસે હનુમાનજીને ધરાવવામાં આવતો અન્નકૂટનો પ્રસાદ ભાવિકોને વહેંચવા પર પણ રોક લગાવવામાં આવતાં ૪૦૦ વર્ષ જૂની પરંપરા તૂટવાની દહેશત મંદિરના ટ્રસ્ટીએ વ્યક્ત કરી હતી, પરંતુ આ પરંપરા હવે યથાવત્ રહેશે.

કૅમ્પના હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પાર્થિવ અધ્યારુએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આર્મીના સત્તાવાળાઓ સાથે મંગળવારે મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ આર્મીના સત્તાવાળાઓએ પ્રસાદ વહેંચવાની છૂટ આપી હતી. હનુમાનજી ભગવાનને આજે સવારે આરતી કર્યા બાદ બપોરે છપ્પનભોગ ધરાવામાં આવશે અને ત્યાર બાદ ભાવિકોને ફૂલવડી અને લાડુનો પ્રસાદ વહેંચવામાં આવશે. જોકે આ પ્રસાદ પૅકેટમાં પૅક કરીને આપવામાં આવશે.’