કંપનીએ સર્વિસ ન આપતાં કાર માલિકે છ ગધેડા પાસે ખેંચાવી ઈ-ક્લાસ મર્સિડીઝ

23 November, 2012 03:15 AM IST  | 

કંપનીએ સર્વિસ ન આપતાં કાર માલિકે છ ગધેડા પાસે ખેંચાવી ઈ-ક્લાસ મર્સિડીઝ




વડોદરાના રસ્તા પર બુધવારે મર્સિડીઝ કારને ખેંચતા ગધેડાને જોઈને સાઇકલથી માંડીને ઑટોરિક્ષા સુધ્ધાંના માલિકો ઊભા રહી જતા હતા. સાઠ લાખની ઈ-ક્લાસ સિરીઝની મર્સિડીઝ ખરીદનારા માલિક પાસે પેટ્રોલના પૈસા ન હોય એવું તો બને નહીં અને જો એવું ન હોય તો ડ્રાઇવરને બદલે ગધેડા શું કામ કાર ખેંચે એ પ્રfન સહજપણે દૃશ્ય જોનારાને થતો હતો અને એનો જવાબ પણ કારના માલિક અને વડોદરાના જાણીતા બિઝનેસમૅન કુમુદ પટેલ આપતા હતા. કુમુદ પટેલે કહ્યું હતું કે ‘આટલી મોંઘી કાર ખરીદ્યા પછી પણ કંપની અને ડિસ્ટિÿબ્યુટર કોઈ સર્વિસ આપતા નથી. કાર વારંવાર બંધ થઈ જાય છે, બૅટરી ઊતરી જાય છે, પાવર સ્ટિયરિંગ પ્રૉપર કામ કરતું નથી, બે મહિનાથી પાવર વિન્ડો પણ બંધ થઈ ગયું છે. કંપનીના સર્વિસ ડિપાર્ટમેન્ટને ફોન કરું છું તો જવાબ મળે છે કે તમને ખબર ન હોય, એ તો એમ જ હોય. આ મારી આઠમી કાર છે અને એ પછી પણ મને એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે જાણે મને કારની કાંઈ ખબર જ ન પડતી હોય.’

કુમુદ પટેલને વડોદરામાં ઇમ્ર્પોટ-એક્સપોર્ટનો બિઝનેસ છે. વડોદરામાં મર્સિડીઝનો શોરૂમ નહીં હોવાથી તેમણે આ કાર અમદાવાદના શોરૂમ પરથી જુલાઈ મહિનામાં ખરીદી હતી. જ્યારે કાર ખરીદી ત્યારે કંપનીના સેલ્સમૅને તેમને એવી બાંયધરી આપી હતી કે કારમાં કોઈ પણ પ્રૉબ્લેમ થશે તો તેમને તમામ પ્રકારની સુવિધા ઘરબેઠાં મળશે, પણ એકેય વાર કંપનીનો એન્જિિન્ાયર તેમના ઘરે આવ્યો નહીં અને તકલીફ વધવા લાગી એટલે ઉડાઉ જવાબ આપવાના શરૂ કરી દીધા. કુમુદભાઈ કહે છે, ‘આ પહેલી વખત મેં આ રીતે વિરોધ કર્યો છે, પણ હજી જો મને સંતોષકારક સર્વિસ નહીં મળે તો આવતા દિવસોમાં અમદાવાદ, રાજકોટ અને સુરતમાં જઈને આ રીતે મર્સિડીઝનો ગધેડા-શો કરીશ.’

કુમુદભાઈએ કારને ખેંચતા છ ગધેડામાંથી એક ગધેડા પર અંગ્રેજીમાં લખેલું ‘જસ્ટ થિન્ક’નું બૅનર રાખ્યું હતું. મોંઘી ચીજવસ્તુ ખરીદતાં પહેલાં ગધેડાની જેમ અનુકરણ કરવું ન જોઈએ એવો મેસેજ આપવાના હેતુથી તેમણે આ બૅનર રાખ્યું હતું.

નો કમેન્ટ...

મર્સિડીઝ-બેન્ઝના અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલા શોરૂમનો ગઈ કાલે ‘મિડ-ડે’એ કૉન્ટૅક્ટ કર્યો ત્યારે શો-રૂમના અસિસ્ટન્ટ મૅનેજર હરવિંદર સિંહે આ બાબતમાં કોઈ કમેન્ટ કરવાની ના પાડી હતી.