ગુજરાતમાં બીજેપીએ બે, કૉન્ગ્રેસે એક નગરપાલિકામાં સત્તા મેળવી

08 December, 2011 07:28 AM IST  | 

ગુજરાતમાં બીજેપીએ બે, કૉન્ગ્રેસે એક નગરપાલિકામાં સત્તા મેળવી



વાપી નગરપાલિકાની કુલ ૪૨ બેઠકમાંથી બીજેપીએ ૩૪ અને કૉન્ગ્રેસે આઠ બેઠક પર વિજય મેળવ્યો હતો, જ્યારે કનકપુર-કનસાડની કુલ ૨૧ બેઠકમાંથી બીજેપીએ ૧૧ બેઠક પર અને કૉન્ગ્રેસે ૧૦ બેઠક પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત વંથલી નગરપાલિકાની ૨૧ બેઠકમાંથી કૉન્ગ્રેસે ૧૩ બેઠક પર અને બીજેપીએ આઠ બેઠક પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની જુદી-જુદી નગરપાલિકાઓની ૧૯ બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં બીજેપીએ ૧૦ બેઠક પર અને કૉન્ગ્રેસે આઠ બેઠક પર જીત મેળવી હતી. એક બેઠક પર અપક્ષે વિજય મેળવ્યો હતો. વીસનગર અને કરમસદ નગરપાલિકાની એક-એક બેઠકની પેટાચૂંટણીમાં આ બન્ને બેઠકો પર બીજેપીના અને ગઢડાનગર નગરપાલિકાની એક બેઠક પર અપક્ષ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હોવાનું ગુજરાત રાજ્ય ચૂંટણીપંચના સચિવ પી. એસ. શાહે કહ્યું હતુ.

ચલાલા નગરપાલિકાની ચાર બેઠક માટેની પેટાચૂંટણી ગુજરાત હાઈ ર્કોટના આદેશ અનુસાર રદ કરવામાં આવી છે.