મોદી સામે કેશુભાઈ પટેલની પહેલી જીત

29 November, 2012 06:13 AM IST  | 

મોદી સામે કેશુભાઈ પટેલની પહેલી જીત



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે કેશુભાઈ પટેલની પહેલી જીત થઈ ગઈ છે. અલબત્ત, આ જીત અત્યારે ઇલેક્શનના સિમ્બૉલ પૂરતી સીમિત છે. સોમવારે બીજેપીના બધા ઉમેદવારે કેશુભાઈ પટેલની જીપીપીના બૅટ સિમ્બૉલ સામે વિરોધ નોંધાવ્યો હતો અને દલીલ વ્યક્ત કરી હતી કે ભારતીય ચૂંટણી નિયમો મુજબ નવી પાર્ટીને પાંચ વર્ષ ન થાય ત્યાં સુધી એ પાર્ટીના બધા ઉમેદવારને એક સિમ્બૉલ પર ઇલેક્શન લડવા મળે નહીં. ઇલેક્શન કમિશને આ વિરોધનો જવાબ ગઈ કાલે આપ્યો હતો અને જીપીપીનું બૅટ સિમ્બૉલ અકબંધ રાખ્યું હતું. ગુજરાતનાં ચીફ ઇલેક્શન ઑફિસર અનીતા કરવલે કહ્યું હતું કે, ‘મહાગુજરાત પાર્ટીને જીપીપીમાં વિલીન કરવામાં આવી છે એટલે એમજેપીની એજ કન્ટિન્યુ ગણાય અને એ દૃષ્ટિએ જીપીપીને પાંચ વર્ષ થઈ ગયાં છે એટલે બધા ઉમેદવારને એક સિંગલ સિમ્બૉલ પર ઇલેક્શન લડવા મળી શકે છે.’

ઇલેક્શન ઑફિસરનો આ જવાબ ગુજરાતની તમામ બેઠક પર પહોંચી ગયો હોવાથી સ્વાભાવિકપણે હવે કેશુભાઈ પટેલનું ટેન્શન હળવું થયું છે. ગુજરાત પરિવર્તન પાર્ટીના ચૅરમૅન કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘આ અમારી જીત છે. આવી જ જીત અમને વિધાનસભાના રિઝલ્ટના દિવસે મળવાની છે એની અમને ખાતરી છે.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

જીપીપી = ગુજરાત પરિવર્તન પાર્ટી