બીજેપીએ કેશુભાઈની પાર્ટીના સિમ્બૉલ બૅટ સામે કરી ફરિયાદ

27 November, 2012 06:20 AM IST  | 

બીજેપીએ કેશુભાઈની પાર્ટીના સિમ્બૉલ બૅટ સામે કરી ફરિયાદ

કેન્દ્રીય બીજેપીના વાઇસ પ્રેસિડન્ટ પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘ઇન્ડિયન ઇલેક્શન કમિશનના નિયમ મુજબ પાંચ વર્ષ જૂની પાર્ટીના બધા ઉમેદવારોને એક સિમ્બૉલ પર ઇલેક્શન લડવા મળતું હોય છે, પણ જીપીપીને તો વર્ષ હજી નથી થયું એટલે એના બધા ઉમેદવારને બૅટનું સિમ્બૉલ ન મળે. આ ગેરકાયદે છે અને એટલે અમે ફરિયાદ કરી છે.’

વિધાનસભાના ફ્સ્ર્ટ ફેઝમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની જે ૮૭ બેઠકનું ઇલેક્શન થવાનું છે એ તમામ બેઠકના બીજેપીના ઉમેદવારોએ જીપીપીના બૅટ સામે ઇલેક્શન ઑફિસરને ગઈ કાલે એકસાથે વાંધા-અરજી આપી હતી અને બૅટનું સિમ્બૉલ પાછું ખેંચવાની રિક્વેસ્ટ કરી હતી. આ વાંધા-અરજી માટે કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘અમારો જવાબ માગવામાં આવશે ત્યારે અમે એ જવાબ ઇલેક્શન કમિશનને આપીશું. બાકી ટેક્નિકલી પણ અમે સાચા છીએ અને બૅટ જ અમારું સિમ્બૉલ રહેશે.’

ગુજરાત બીજેપીના એક અત્યંત સિનિયર નેતાએ ‘મિડ-ડે’ પાસે કબૂલ કર્યું હતું કે એક સિમ્બૉલ તરીકે બૅટની પૉપ્યુલારિટી જોયા પછી પાર્ટીએ વાંધા-અરજી કરી છે. આ નેતાએ કબૂલ કર્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા યુવાનોને આપવામાં આવેલી સ્ર્પોટ્સ કિટમાં દસ હજારથી વધુ બૅટ અપાયાં હોવાથી એ બૅટનો સીધો ફાયદો કેશુભાઈ ન લઈ લે એ માટે હવે ગુજરાત બીજેપી જાગી છે અને બૅટનું સિમ્બૉલ બદલાય એ માટે પ્રયાસ કરી રહી છે.