રાજકોટ : આજે મનપાની જનરલ બોર્ડની મીટીંગ, ભાજપ-કોંગ્રેસ પ્રશ્નોનો વરસાદ

19 June, 2019 09:33 AM IST  |  Rajkot

રાજકોટ : આજે મનપાની જનરલ બોર્ડની મીટીંગ, ભાજપ-કોંગ્રેસ પ્રશ્નોનો વરસાદ

રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશન

Rajkot : રાજકોટમાં આજે મેયર બીનાબેન આયાર્યની અધ્યક્ષતામાં મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાશે. આ બેઠક આજે સવારે 11 કલાકે યોજાશે. આ બેઠક પર તમામની નજર રહેશે. ઉલ્લેખનીય છે 3 મહિના બાદ મળનારી બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ચર્ચાના વાદળો ગર્જશે તેમજ પ્રશ્નોનો વરસાદ પણ થશે. બીજી તરફ રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા મહાપાલિકાના દરવાજે પ્રેક્ષક ગેલેરી મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હોય તે આંદોલનકારીઓ પણ નગરસેવકોના ભલામણપત્ર વિના પ્રેક્ષક ગેલેરીમાં પ્રવેશવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. જો તેવું થશે તો પ્રેક્ષક ગેલેરી મુદ્દે પણ વધુ એક વખત હોબાળો થશે.

મિટિંગમાં પ્રશ્નોનો વરસાદ થશે
મળતા માહિતી મુજબ જનરલ બોર્ડની આ મીટીંગમાં દુકાનો બહાર નખાતાં મંડપ
, છાજલી વિગેરે પેટે વસૂલાતા ચાર્જ અને લારી-ગલ્લાઓના દબાણ હટાવવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે અને આ ચર્ચા ઉગ્ર બને તેની સંભાવના છે. સામાન્ય રીતે પ્રથમ ક્રમે આવેલા પ્રશ્નોની ચર્ચા અને તેને આનુસંગિક પેટાપ્રશ્નોની ચર્ચામાં જ એક કલાકનો પ્રશ્નકાળ પુરો થઈ જતો હોય છે પરંતુ આ વખતે ત્રણ મહિના બાદ જનરલ બોર્ડ મિટિંગ મળી હોય વિપક્ષ પણ પોતાના પ્રશ્નો પૂછવા માટે એડીચોટીનું જોર લગાવનાર હોય માહોલ ઉગ્ર થઇ શકે છે.

આ પણ વાંચો : રાજકોટ : જિલ્લામાં યોગ દિવસે 2200 સ્થળો પર 6 લાખથી વધુ લોકો યોગા કરશે

જનરલ બોર્ડના એજન્ડામાં સમાવિષ્ટ
9 દરખાસ્તો
એજન્ડામાં ગત બેઠકમાં પેન્ડીગ રહેલી દરખાસ્તો અંગે નિર્ણય લેવા જણાવાયું છે જ્યારે ગત બેઠકમાં પેન્ડીગ રહેલી દરખાસ્તોમાં (1) રાજકોટ મહાપાલિકા દ્વારા વોર્ડ નં.3માં ટીપી નં.24, ફાઈનલ પ્લોટ નં.17-એ પોપટપરા વિસ્તારમાં નિમાર્ણ પામેલ આવાસ યોજનાનું ભગિની નિવેદિતા ટાઉનશીપનામકરણ કરવા (2) વોર્ડ નં.4માં ટીપી નં.12, ફાઈનલ પ્લોટ નં.98 કૂવાડવા રોડ ડી-માર્ટની પાછળ નિમાર્ણ પામેલ આવાસ યોજનાનું લોકમાન્ય ટિળક ટાઉનશીપનામકરણ કરવા (3) 150 ફૂટ રિ»ગરોડ, રૈયારોડ, જંકશન પર બનાવવામાં આવેલા બ્રિજનું શહિદ બ્રિજનામકરણ કરવા (4) નગરરચના યોજના-27 (મવડી) પ્રારંભીકના રે.સ.નં.390/1 ‘પીના મુળ ખંડ નં.58 સામે ફાળવેલ સંયુક્ત અંતિમ ખંડ નં.58/1/2માં ફેરફાર કરવા (5) પ્રારંભીક નગર રચના યોજના નં.13 (રાજકોટ) અધિનિયમની કલમ-70(2) હેઠળ વેરીડ કરવા (6) ભાવનગર રોડ 24 મીટર પહોળાઈનો કરવાના કામે ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ-210 અંતર્ગત નક્કી થયેલ લાઈન આેફ પબ્લીક સ્ટ્રીટ’ (લાઈનદોરી)માં માલિક-ભાડુઆત દરજ્જે કપાત થયેલ મિલકતોના કુલ અસરગ્રસ્તો પૈકીના 3 અસરગ્રસ્તોને અપાયેલા વૈકલ્પીક વળતરમાં ફેરફાર કરવા (7) મહાત્મા ગાંધી મ્યુઝિયમની એસપીવી (સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ)ની રચના કરવા તેમજ તેના માટે બોર્ડ આેફ ડાયરેક્ટરની નિમણૂક કરવા (8) મ્યુનિસિપલ બોન્ડ ઈશ્યુ કરવા પાવર ડેલિગેશન કરવા અને (9) સફાઈ કામદારોની ભરતી કરવા અંગેના ધોરણો નિયત કરવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.

rajkot gujarat