ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ યુનિવર્સિટી કુલપતિને પત્ર લખ્યો

29 March, 2019 09:05 PM IST  | 

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ યુનિવર્સિટી કુલપતિને પત્ર લખ્યો

યુનિવર્સિટી કુલપતિને પત્ર લખ્યો

ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો છે. જીતુ વાઘાણીએ કુલપતિ કૃષ્ણકુમાર સિંહજીને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમના પુત્રના કોપી કેસ મામલે તપાસ સામાન્ય વિદ્યાર્થીની જેમ જ કરવામાં આવે અને તેમના પુત્રને સજા પણ સામાન્ય વિદ્યાર્થીઓને અપાતી હોય તેમ જ અપાય.' જીતુ વાઘાણીએ પત્રમાં લખ્યું હતું કે સજા સંભળાવવામાં કોઈ પણ પક્ષપાત ન થાય એક સામાન્ય વિદ્યાર્થીને જે રીતે અને જે સજા થતી હોય તે જ તેમના પુત્રને થાય.

જીતુ વાઘાણીએ પત્રમાં વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોના જવાબ આપતા કહ્યું હતું કે, કેટલાક લોકો આ બાબતનો ઉપયોગ અને મનઘડત અર્થઘટનો કરીને વ્યક્તિગત અને યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોચાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ બાબતે તે લોકોએ કોઈ ગેરસમજ ન થાય તે માટે આ પત્ર લખવામાં આવી રહ્યો છે.'

 

આ પણ વાંચો: ગુજરાતના ચોકીદારનો દીકરો જ નકલખોર?

 

આ પત્ર સાથે જ જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે તેમના દ્વારા કે તેમના વતી કોઈના દ્વારા કોઈ પણ દબાવ યુનિવર્સિટી પર રહેશે નહી અને આ બાબતો પર હસ્તક્ષેપ પણ કરવામાં આવશે નહી. યુનિવર્સિટી આ કેસને સામાન્ય વિદ્યાર્થીના કોપી કેસની જેમ જ લે અને તેમના પુત્ર સામે નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જીતુ વાઘાણીના પુત્ર અન્ય પરિક્ષાઓ પણ આવશે નહી તેવી માહિતી જીતુ વાઘાણીએ પત્રમાં આપી હતી.

Jitu Vaghani gujarat