બેઠક બોલે છે: જાણો પોરબંદર લોકસભા બેઠકને

07 April, 2019 11:00 AM IST  |  પોરબંદર | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છે: જાણો પોરબંદર લોકસભા બેઠકને

જાણો રાજકોટ લોકસભા બેઠકને

રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર. પોરબંદર રાજ્યની દક્ષિણે અરબ સાગરથી ઘેરાયેલું છે. પોરબંદરનું નિર્માણ જૂનાગઢમાંથી થયું હતું. મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિ કહેવાતું પોરબંદર સુદામાપુરીના નામે પણ ઓળખાય છે. કીર્તિ મંદિર પોરબંદરનું પ્રમુખ આકર્ષણ છે.

અહીં પટેલોની સાથે સાથે માછીમારો, લોહાણા, મુસ્લિમ અને મહેર સમાજ મુખ્ય છે.


7 લાખ 31 હજાર 833 મહિલા મતદાતાઓ અને 8 લાખ 7 હજાર 383 પુરૂષ મતદાતાઓ સાથે પોરબંદરમાં કુલ 15 લાખ 39 હજાર 223 મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

પોરબંદર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ
જેતપુર જયેશ રાદડિયા ભાજપ
ધોરાજી લલિત વસોયા કોંગ્રેસ
પોરબંદર બાબુ બોખીરિયા ભાજપ
કુતિયાણા કાંધલ જાડેજા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી
કેશોદ દેવાભાઈ માલમ ભાજપ

માણાવદરના ધારાસભ્ય કોંગ્રેસના જવાહર ચાવડા હતા. જેમણે તાજેતરમાં જ કેસરિયો ધારણ કર્યો છે. જવાહરભાઈને ભાજપમાં જોડાતા જ કેબિનેટ મંત્રીનું પદ મળ્યું છે.

લોકસભા ચૂંટણીના પરિણામો

પોરબંદર લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને 2 લાખ 67 હજાર 971 મતોથી હરાવીને વિઠ્ઠલભાઈ રાદડિયા વિજેતા બન્યા હતા.

2009માં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ રાદડિયા સાંસદ હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને 2013માં ભાજપની ટિકિટ પરથી જીત્યા.

2004માં વિઠ્ઠલભાઈ રાદડિયા કોંગ્રેસની ટિકિટ પરથી લડ્યા હતા. જો કે ભાજપના હરિલાલ પટેલની સામે તેઓ માત્ર 5 હજાર 703 મતથી હાર્યા હતા.

જાણો પોરબંદરના સાંસદને...

વિઠ્ઠલ રાદડિયાનો જન્મ રાજકોટમાં થયો હતો. તેઓ 1990માં પહેલી વાર ધારાસભ્ય બન્યા અને 2009 સુધી કુલ પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2009માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. કોંગ્રેસ સાથે લાંબી ઈનિંગ રમ્યા બાદ તેમણે 2013માં પાર્ટી છોડી દીધી.


2013માં તેમણે સાંસદના પદ પરથી રાજીનામું આપ્યું. જેના કારણે પેટાચૂંટણીની નોબત આવી. જે વિઠ્ઠલભાઈ ભાજપની ટિકિટ પર લડ્યા અને જીત્યા.  

વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં મંત્રી છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો રાજકોટ લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

ભાજપે પોરબંદરથી આ વખતે રમેશ ધડુકને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને લોકસભાના જંગના મેદાનમાં ઉતાર્યા છે.

mahatma gandhi gujarat Gujarat BJP Gujarat Congress