બેઠક બોલે છેઃ જાણો ભરૂચ લોકસભા બેઠકને

17 April, 2019 06:58 PM IST  |  ભરૂચ | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો ભરૂચ લોકસભા બેઠકને

જાણો ભરૂચ લોકસભા બેઠકને

પુરાણો અનુસાર દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન એટલે ભરૂચ. કહેવાય છે કે જ્યારે ભરૂચ નાનકડું ગામ હતું ત્યારે ભૃગુ ઋષિએ ભરૂચની મુલાકાત લીધી હતી. અહીં વીડિયોકૉન, BASF, રિલાયંસ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ આવેલી છે. નર્મદાના કિનારે વસેલા ભરૂચમાં ગુજરાતનું સૌથી મોટું તરલ કાર્ગો ટર્મિનલ આવેલું છે.

ભરૂચમાં કુલ 14 લાખ 17 હજાર 548 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 82 હજાર 658 મહિલા જ્યારે 7 લાખ 34 હજાર 862 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

ભરૂચ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
કરજણ અક્ષય પટેલ કોંગ્રેસ
ડેડિયાપાડા મહેશ વસાવા બીટીપી
જંબુસર સંજય સોલંકી કોંગ્રેસ
વાગરા અરુણસિંહ રાણા ભાજપ
જઘડિયા છોટુ વસાવા ભાજપ
ભરૂચ દુષ્યંત પટેલ ભાજપ
અંકલેશ્વર ઈશ્વરસિંહ પટેલ ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો

ભરૂચ લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં કોંગ્રેસના જયેશભાઈ પટેલને 1 લાખ 53 હજાર 273 મતથી હરાવીને ભાજપના મનસુખ વસાવા સાંસદ બન્યા હતા.

2009માં પણ આ બેઠક ભાજપ પાસે જ હતી. ભાજપના મનસુખ વસાવાએ કોંગ્રેસના અઝીઝ ટંકારવીને હરાવ્યા હતા.

2004માં પણ મનસુખ વસાવાની જ ભરૂચ બેઠક પરથી જીત થઈ હતી.

જાણો ભરૂચના સાંસદને

પાંચ વાર સાંસદ રહી ચુકેલા મનસુખ વસાવા પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમનો વ્યવસાય કૃષિ અને સમાજ સેવા છે.


મનસુખ વસાવા કેંદ્ર સરકારમાં 2014 થી 2016 સુધી રાજ્યમંત્રી રહી ચુક્યા છે. 1994માં પહેલી વાર તેઓ ધારાસભ્ય બન્યા અને નાયબમંત્રી પણ રહ્યા. 1998 થી સતત તેઓ સાંસદ છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો છોટા ઉદેપુર લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019ની લોકસભા ચૂંટણી માટે ભાજપે ફરીથી મનસુખ વસાવાને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે શેરખાન અબ્દુલ શાકુર પઠાણને ટિકિટ આપી છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress