બેઠક બોલે છેઃજાણો બારડોલી લોકસભા બેઠકને

19 April, 2019 10:30 AM IST  |  બારડોલી | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃજાણો બારડોલી લોકસભા બેઠકને

જાણો બારડોલી લોકસભા બેઠકને

સુરતની પૂર્વમાં બારડોલી લોકસભા વિસ્તાર આવેલો છે. જે સુરત મહાનગર વિસ્તારના ઉપનગરમાંથી એક છે. બારડોલી મુખ્યત્વે શેરડીના ઉત્પાદન માટે જાણીતું છે. 2008માં લોકસભાની બેઠકોનું પુનઃ સીમાંકન થયું ત્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી હતી.

7 લાખ 84 હજાર 448 મહિલા અને 8 લાખ 29 હજાર 648 પુરૂષ મતદાતાઓ સાથે બારડોલીમાં કુલ 16 લાખ 14 હજાર 106 મતદારો છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

બારડોલી લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
માંગરોળ ગણપત વસાવા ભાજપ
માંડવી આનંદભાઈ ચૌધરી કોંગ્રેસ
કામરેજ વી. ડી. ઝાલાવાડિયા ભાજપ
બારડોલી ઈશ્વરભાઈ પરમાર ભાજપ
મહુવા મોહનભાઈ દોઢિયા ભાજપ
વ્યારા પુનાભાઈ ગામિત કોંગ્રેસ
નિર્ઝર સુનિલ ગામિત કોંગ્રેસ


લોકસભા ચૂંટણીના પરિણામો

બારડોલી લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 1 લાખ 23 હજાર 884 મતોથી હરાવ્યા હતા.

2009માં કોંગ્રેસને આ બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના તુષાર ચૌધરીએ ભાજપના રિતેષકુમાર વસાવાને હરાવ્યા હતા.

જાણો બારડોલીના સાંસદને
પ્રભુભાઈ નાગરભાઈ વસાવા બારડોલીના સાંસદ છે. જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. યુવાન સાંસદોમાંથી એક પ્રભુભાઈનો વ્યવસાય ખેતી છે. તેમના પત્ની શિક્ષિકા છે.


પ્રભુભાઈ વસાવા 2007માં પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. જે બાદ 2014માં તેઓ પહેલી વાર લોકસભાના સાંસદ ચુંટાયા. પ્રભુભાઈ ખાદ્ય, ઉપભોક્તા અને જન વિતરણ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય છે.

2019ની રેસમાં કોણ?

2019 માટે અહીંથી ભાજપે ફરી પ્રભુભાઈ વસાવાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.

Loksabha 2019 Gujarat BJP Gujarat Congress