ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત

20 April, 2019 09:03 PM IST  | 

ચૂંટણીના પગલે સ્ટુચ્યુ ઓફ યુનિટી માટે હેલિકોપ્ટરની અછત

ફાઈલ ફોટો


સ્ટુચ્યુ ઓફ યુનિટીનો નજારો જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. આ પ્રવાસને વધુ રોમાંચક બનાવવા અને પ્રવાસીઓને આકાશી નજરો બતાવવા પ્રવાસન વિભાગ દ્વારા એક ખાનગી કંપનીને હેલિકોપ્ટર સેવા શરુ કરવા પરવાનગી આપવામાં આવી હતી. આ પ્રવાસ માટે પ્રવાસીઓને આ સફર માટે 2900 રુપિયા ફીસ ચુકવવાની હોય છે જો કે પ્રવાસીઓને અત્યારે ફી આપવા છતા પણ હવાઈ સફર કરવા મળતી નથી કારણ છે લોકસભા ચૂંટણી. લોકસભા ચૂંટણીને કારણે પ્રાઈવેટ કંપનીઓના હેલિકોપ્ટર નેતાઓ દ્વારા કરાતા કેવડિયા કોલોની ખાતે હેલિકોપ્ટર સેવા બંધ રાખવાની ફરજ પડે છે.

આ કંપનીઓને એ શરતે પરવાનગૂ આપવામાં આવી હતી કે હેલિકોપ્ટર સેવા કોઈ પણ સંજોગમાં બંધ રહેવી જોઈએ નહી પરંતુ કોન્ટ્રાક્ટની શરતોની વિરુદ્ધ હેલિકોપ્ટરની અછત જોવા મળી રહી છે. ખાનગી એજન્સીઓ દ્વારા ચૂંટણી દરમિયાન હેલિકોપ્ટર ભાડે અપાતા હોય છે જેના કારણે પ્રવાસીઓને હેલિકોપ્ટરની સેવાનો લાભ મળતો નથી હમણા જ એજન્સી દ્વારા ત્રણ દિવસ માટે હેલિકોપ્ટર સેવા બંધ રાખવામાં આવી હતી અને સર્વિસનું બહાનું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજુ હેલિકોપ્ટર મંગાવાયું હતુ જે પણ ગાયબ થયુ હતું.

 

આ પણ વાંચો: 13 દિવસ પહેલા નોકરી પર રાખેલા બંગાળી કારીગર 16 લાખનું સોનું લઇ ગાયબ

 

માનવામાં આવી રહ્યું છે કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે તેની પાસે 8 થી 10 હેલિકોપ્ટર છે જે ક દહેરાદૂન, ચારધામની યાત્રાએ પણ સેવા આપે છે પરંતુ ચૂંટણીના માહોલના કારણે આ હેલિકોપ્ટર નેતાઓ દ્વારા પ્રચાર માટે કરાતા સામાન્ય પ્રવાસીઓને તેનો ભોગ બનવુ પડે છે.

Election 2019