મૉક-ડ્રિલના કારણે રાજકોટમાં બૅન્ગ બૅન્ગનું બૅન્ડ વાગી ગયું

04 October, 2014 03:54 AM IST  | 

મૉક-ડ્રિલના કારણે રાજકોટમાં બૅન્ગ બૅન્ગનું બૅન્ડ વાગી ગયું


તમાશાને તેડું : રાજકોટમાં ગઈ કાલે ક્રિસ્ટલ મૉલ સામે મૉક-ડ્રિલના પગલે જનમેદની એકઠી થઈ ગઈ હતી. તસવીર : ચિરાગ ચોટલિયા


આ કામ ચાલી રહ્યું હતું એ સમયે મૉલમાં આવેલા મલ્ટિપ્લેક્સમાં ‘બૅન્ગ બૅન્ગ’ના ત્રણ શો ચાલતા હતા. બૉમ્બની વાત શહેરમાં ફેલાઈ એટલે સ્વાભાવિક રીતે મૂવી જોવા ગયેલા પોતાના ફ્રેન્ડ કે રિલેટિવને પણ બહાર રહેલા લોકોએ મેસેજ કરવાનું શરૂ કર્યું. બસ, પછી તો ધડાધડ મેસેજ શરૂ થઈ ગયા અને મલ્ટિપ્લેક્સમાં પહોંચેલા મેસેજના કારણે ચાલુ શોએ બધા જીવ બચાવવા બહાર ભાગવા માંડ્યા. ચાલીસ મીનિટ સુધી બૉમ્બ ડિફ્યુઝ કરવાનું કામ ચાલ્યું અને એ ચાલીસ મીનિટ દરમ્યાન થિયેટરના ત્રણેય સ્ક્રીન સાવ ખાલી થઈ ગયા. બૉમ્બ-સ્ક્વૉડે બૉમ્બ ડિફ્યુઝ કર્યો અને બધું સલામત રીતે પાર પડી ગયું એટલે જાહેરાત કરવામાં આવી કે આ જે કંઈ ચાલી રહ્યું હતું એ મૉક-ડ્રિલ હતી અને સમયસર બધું ચાલી રહ્યું છે એ ચેક કરવામાં આવી રહ્યું હતું.

મૉક-ડ્રિલના કારણે એવી પરિસ્થિતિ થઈ કે રજાના દિવસે સવારના અગિયાર વાગ્યાના શોમાં ‘બૅન્ગ બૅન્ગ’ જોવા ગયેલા અંદાજે બે હજાર લોકોમાંથી ૭૦ ટકા લોકોએ ફિલ્મ છોડી દેવી પડી અને એમના પૈસા પડી ગયા. થોડી વાર સુધી બધાએ મલ્ટિપ્લેક્સ મૅનેજમેન્ટ સાથે આ બાબતમાં દલીલ કરવાની કોશિશ કરી પણ મૅનેજમેન્ટ એમાં કંઈ કરી શકે એમ નહોતું એટલે નાછૂટકે લોકો અધૂરી ફિલ્મ છોડીને ઘરે ચાલ્યા ગયા તો કેટલાક બાકી વધેલી ફિલ્મ જોવા માટે ફરી પાછા થિયેટરમાં ગયા હતા.