રીક્ષા ચાલક છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ માટે કરે છે પ્રચાર

14 April, 2019 08:29 PM IST  | 

રીક્ષા ચાલક છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ માટે કરે છે પ્રચાર

લોકસભા ચુંટણીનો પહેલો તબક્કો શરૂ થઇ ગયો છે. ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જેને પગલે તમામ પક્ષોએ પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ગુજરાતના જુનાગઢ શહેરમાં એક એવી વ્યક્તિ છે કે જે છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ માટે કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર પ્રચાર કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ વ્યક્તિ પોતાની રીક્ષામાં પ્રચાર કરી રહ્યા છે. જોકે તે મતદાને લઇને પણ લોકોમાં જાગૃત્તા લાવી રહ્યા છે.


છેલ્લા 20 વર્ષથી પાર્ટી માટે કરે છે પોતાની રીક્ષામાં કરે છે પ્રચાર

ચૂંટણીના સમયમાં કોઈ પણ રાજકીય પક્ષ તેમના ઉમેદવારના પ્રચારને લઈને ભારે દોડધામ કરતા જોવા મળતા હોય છે. જેના માટે કાર્યકરો રાત દિવસ એક કરીને મહેનત કરે છે. પક્ષ પણ કાર્યકરોની સંખ્યા વધુ હોય તેમ ઈચ્છે છે. ત્યારે જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની મદદે એક મતદાર સામેથી સેવા કરવા માટે આવ્યા છે. દિપક મકવાણા પોતાને અને પોતાની રીક્ષાને પાર્ટીની સેવા માટે લગાવી દિધી છે. દિપક ભાઈએ કોંગ્રેસના નેતાઓને પાર્ટીનો પ્રચાર કરવાની ઈચ્છા જણાવી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે દિપક ભાઈ પોતાની રીક્ષા સાથે સ્વખર્ચે કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે.

Election 2019