દેશના યંગેસ્ટ સરપંચનું માન હવે ગુજરાતને

25 December, 2011 03:25 AM IST  | 

દેશના યંગેસ્ટ સરપંચનું માન હવે ગુજરાતને

 

 

શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૫

અત્યારે રાજસ્થાનના જયપુર પાસે આવેલા સોડા ગામની ૩૧ વર્ષની સરપંચ છવિ રાજાવત દેશની સૌથી યુવાન સરપંચ ગણાય છે.ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં સિસ્વા ગામે કંઈક નવું કરી બતાવ્યું છે. ગામમાં ગામસભાએ સામૂહિક નર્ણિય લઈને ગામની ૧૨ શિક્ષિત દીકરીઓને જ પંચાયતના સભ્યો તરીકે પસંદ કરી જેમાં હીનલ પટેલની સરપંચ તરીકે પસંદગી થઈ છે. હીનલે બીએસસી નર્સિંગનો અભ્યાસ કર્યો છે.   હીનલ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારે પૉલિટિશ્યન નથી બનવું, ગામનાં કામ કરવામાં જ મને રસ છે. ગામના વડીલોના સહકારથી હું ગામનો વિકાસ કરીશ.’